ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 સપ્ટેમ્બર, 2021
રવિવાર
કોરોનાએ સર્જેલી પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ મોબાઈલ અને લેપટોપમાં સમાઈ ગયું છે. તેથી ઘણા વિદ્યાર્થીઓને મોબાઇલને લેપટોપની લત લાગી ગઇ છે. ત્યારે શિક્ષણ વિભાગે આ અંગે કેટલાક નિર્દેશ આપ્યા છે.
મહારાષ્ટ્રમાં શાળાઓ ચાર ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત શિક્ષણ વિભાગે કરી છે. શાળા શરુ કરતી વખતે શું કાળજી લેવી, તૈયારી કેવી રીતે કરવી આ બાબતે શિક્ષકો અને પાલકોને વિભાગે નિર્દેશ આપ્યા છે, પરંતુ વિભાગની વિરોધાભાસી સૂચનાઓ વાંચીને શિક્ષકો મૂંઝાઈ ગયા છે.
દોઢ વર્ષથી ઓનલાઇન શાળા શરૂ રાખનારા શિક્ષણ વિભાગને હવે બાળકોને મોબાઈલ લત લાગશે તેની ચિંતા થઈ રહી છે. જોકે શાળા શરૂ કરવાની પૂર્વ તૈયારી માટે અપાયેલા નિર્દેશોમાં બાળકોને મોબાઈલની લત ન લાગે તેના માટે શિક્ષકોએ બાળકોના વાલીઓનું માર્ગદર્શન કરવું અને બીજો નિર્દેશ એ છે કે શાળા શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને હોમવર્ક ઓનલાઇન મોકલવામાં આવે. શિક્ષણ વિભાગના આવા અજબ નિર્દેશોથી શિક્ષકો મૂંઝવણમાં છે.
જ્યારે વિભાગનું કહેવું છે કે હોમવર્ક માટે વિદ્યાર્થીઓ પુસ્તક અદલ-બદલ કરતા હોય છે. તેથી ઓનલાઇન હોમવર્કમાં આવું નહીં થાય.