ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર, 2021
બુધવાર
શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની પ્રતિમા મુંબઈ મહાપાલિકાના હોલમાં સ્થાપિત કરવાની માંગણી કરવામાં આવી રહી છે. જોકે હોલમાં પ્રતિમાઓ સ્થાપવા માટે જગ્યા ન હોવાથી હવે આ પ્રતિમાને અન્ય કમિટી હોલમાં જગ્યા આપવામાં આવે તેવી રજૂઆત વહીવટીતંત્ર કરી રહ્યું છે. તેથી સ્ટેન્ડિંગ કમિટી હોલમાં બાળાસાહેબની પ્રતિમા મૂકવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
શિવસેનાના કોર્પોરેટર સુજાતા પાટેકરે NMCના ઐતિહાસિક હોલમાં દિવંગત શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની પ્રતિમા મુકવાની માંગ કરી હતી. જોકે NMC હોલમાં પ્રતિમાઓ ખીચોખીચ ભરેલી છે અને નવી પ્રતિમાઓ સ્થાપિત કરવાની માગણી કરાઈ છે પણ વાસ્તવિકતામાં આવી પ્રતિમાઓ માટે જગ્યા નથી. કોર્પોરેટરોની સંખ્યા 227થી વધારીને 236 કરવાનો નિર્ણય લેવાયો છે. તેથી પાંચ નોમિનેટેડ કોર્પોરેટરો સાથે આ સંખ્યા 41 પર પહોંચશે. આ વધેલા સભ્યો તેમજ નગરપાલિકા સચિવ વિભાગનો સ્ટાફ, વહીવટી સમિતિનો સ્ટાફ, પત્રકારો તેમજ સંબંધિત વિષય સાથે સંકળાયેલા અધિકારીઓને બેસવા માટે પૂરતી જગ્યા ન હોવાથી વહીવટી તંત્રને બેઠકમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધોળો હાથી સાબિત થયેલી મોનોરેલને ખોટમાંથી બહાર કાઢવા સરકાર ભરશે હવે આ પગલું, જાણો વિગત.
હાલમાં NMCમાં 13 પ્રતિમાઓ છે. વર્ષ 2000માં હોલમાં લાગેલી આગમાં 11માંથી 9 ઓઈલ પેઈન્ટિંગ્સ નાશ પામ્યા હતા. આ નાશ પામેલા તેલ ચિત્રોનું હવે પુનઃનિર્માણ કરવામા આવી રહ્યું છે. આ ઉપરાંત હવે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે, સાહિત્યરત્ન લોકશાહીર અન્નાભાઉ સાઠે, વી.વી. શિરવાડકર અને સાવિત્રીબાઈ ફુલેની મૂર્તિઓ અને સાવિત્રીબાઈ ફૂલે, અન્નાભાઈ સાઠે, રઘુનાથ ખોટે, મુંબઈના પ્રથમ મેયરના તૈલચિત્રોની લગાવવાની માગણી કરવામાં થઈ રહી છે.
હાલમાં હોલની ઉપલબ્ધ જગ્યામાં 247 બેઠકો છે. તેથી, નવી પ્રતિમાઓ અને ઓઇલ પેઇન્ટિંગ માટે હોલમાં જગ્યા નથી. આથી વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે મ્યુનિસિપલ હેડક્વાર્ટરના સ્ટેન્ડિંગ કમિટી હોલ અને અન્ય કમિટી હોલમાં નવા તૈલચિત્રો અને પ્રતિમાઓ મુકવી યોગ્ય રહેશે. પ્રશાસને હવે આ નિર્ણય મહાનગરપાલિકાને સોંપ્યો છે. જો પાલિકાના હોલમાં કે જૂથના આગેવાનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તો આ તમામ પ્રતિમાઓ સાથે તૈલચિત્રો લગાવવા માટેનો રસ્તો ખુલ્લો થશે. હોલમાં અપૂરતી જગ્યાને ધ્યાને લઈ સ્થાયી સમિતિ સહિત અન્ય સમિતિઓના હોલમાં આ પ્રતિમાઓ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાય તો સ્થાયી સમિતિના હોલમાં બાળા સાહેબની પ્રતિમા મૂકવામાં આવે તેવી શક્યતા છે.