News Continuous Bureau | Mumbai
મુંબઈના કુર્લામાં નિવૃત્ત એસીપીના(Retired ACP) ઘરના તાળા તોડીને ચોરી કરવા ચોંકાવનારી ઘરફોડ ચોરીની(Burglary) ઘટના બની છે. ચોર રોકડ સહિત એસીપી ભરેલી રિવોલ્વર(ACP filled revolver) અને દાગીનાની(Ornaments) ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. કુર્લાની(Kurla) નહેરુ નગર પોલીસે(Nehru Nagar Police) આ કેસમાં ઘરફોડીનો ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજની(CCTV footage) મદદથી ચોરને શોધી રહી છે.
રિટાયર્ડ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) દિગંબર કાળે(Digambar Kale) કુર્લા(પૂર્વ)માં કામગાર નગરમાં બંગલા નંબર 20માં તેમના પરિવાર સાથે રહે છે. તેઓ 23 એપ્રિલના રોજ પોતાના પરિવાર સાથે ગામ ગયા હતા. જ્યારે ગામથી તેઓ પાછા ફર્યા ત્યારે તેમને બંગલાની રસોડાની બાજુની ગ્રીલ તૂટેલી અને બારી ખુલ્લી જણાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા મુંબઈ ટ્રાફિક પોલીસનો નવો કિમિયો – હવે અઠવાડિયામાં આટલા દિવસ નો હોંક ડે
ચોરીના બનાવ અંગે કાળેએ તાત્કાલિક નહેરુનગર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો હતો. તેમના ઘરમાંથી અંદાજે રૂ.8 લાખની ચોરી થઈ હતી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે કારતુસ ભરેલી રિવોલ્વરની પણ ચોરી થઈ હતી. ચોરને શોધવા નહેરુનગર પોલીસની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે અને તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ દ્વારા ચોરોને શોધી રહી છે.