News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈવાસીઓ 'સન્ડે સ્ટ્રીટ' કોન્સેપ્ટ શરૂ કર્યો છે, જેમાં દર રવિવારે મુંબઈના અમુક વિસ્તારના રસ્તાઓ સવારના છથી 10 વાગ્યા સુધી ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રિર્ઝવ રાખવામાં આવે છે. અહીં સવારના અમુક કલાકો મનફાવે તે પ્રવૃત્તિ કરવાને લોકો મોકળા હોય છે. આ રવિવારે હવે કાંદીવલી(વેસ્ટ)માં ચારકોપમાં 'સન્ડે સ્ટ્રીટ' હેઠળ રસ્તા ટ્રાફિક માટે બંધ રહેશે.
ચારકોપમાં 10 એપ્રિલ, રવિવારના રસ્તાઓ પર સિનિયર સિટિઝન, બાળકો સહિત નાગરિકો મનફાવે તે પ્રવૃતિ કરી શકશે. યોગા, સાયકલિંગ, જોગિંગ, ક્રિકેટ, બેન્ડમિન્ટથી લઈને કોઈ પણ ગેમ વગર કોઈ વિઘ્ન રમી શકશે. વાહનોના હોર્નનો અવાજ હશે ના ટ્રાફિકની ચિંતા હશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં પ્રસિદ્ધ લેખિકા, કવયિત્રીનું નિધન થયું. ૩૫૦થી વધુ હિન્દી ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. જાણો વિગતે
મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ ચાલુ કરેલા આ કોન્સેપ્ટ હેઠળ દર રવિવારે તેઓ ખુદ અમુક સ્થળોની મુલાકાત લઈ નાગરિકોને પ્રોત્સાહન આપતા હોય છે. તેમની સાથે જુદી જુદી પ્રવૃતિમાં જોડાતા પણ હોય છે. ગયા રવિવારે તેઓ બોરીવલી(વેસ્ટ)માં આઈસી કોલોનીની મુલાકાત લઈ નાગરિકો સાથે જોડાયા હતા.