News Continuous Bureau | Mumbai
આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહ(Amit Shah) મુંબઈની મુલાકાતે(Mumbai Visit) છે. તેઓ દક્ષિણ મુંબઈમાં(South Mumbai) આવેલા પ્રખ્તાય લાલબાગચા રાજાના(Lalbaghcha Raja's) દર્શન કરવાની સાથે જ અન્ય સ્થળોએ મુલાકાત લેવાના છે. તેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક જગ્યાએ ટ્રાફિકમાં ફેરફાર(Traffic change) કરવામાં આવ્યો છે.
ગણેશ વિસર્જનની(Ganesh Visarjan) પાર્શ્ર્વભૂમી પર મુંબઈમાં પાંચ, છ અને નવ સપ્ટેમ્બર આ ત્રણ દિવસ માટે મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) ખાસ વ્યવસ્થા કરી છે. એ સાથે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મુંબઈની મુલાકાતે છે. તેઓ રવિવાર મોડી રાતે મુંબઈ આવી પહોંચ્યાં હતા. આજે તેઓ લાલબાગચા રાજાના દર્શન કરવાના છે. એ સિવાય પવઈમાં(Powai) એલ એન્ડ ટી કેમ્પસમાં(L&T Campus) એક કાર્યક્રમમાં પણ હાજરી પૂરાવાના છે. તેથી આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા(Traffic problem) થઈ શકે છે. તેથી ટ્રાફિક પોલીસે અમુક માર્ગ પર ટ્રાફિક ડાઈવઝર્ન (Traffic diversion) આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર – દક્ષિણ મુંબઈના આ રસ્તાનો ઉપયોગ કરવાનો છે- તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો- મુંબઈ ટ્રાફિક પોલીસે કરી આ અપીલ
પવઈમાં અમિત શાહની મુલાકાતને કારણે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક રૂટમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં પાછું આજે પવઈમાં આજે મોટા પ્રમાણમાં ગૌરી વિસર્જન (Gauri visarjan) થશે. પવઈ એક મોટું વિસર્જન સ્થળ ગણાય છે. અહીં ભારે ટ્રાફિક જામની(Traffic jam) શક્યતા છે. તેથી મુંબઈ ટ્રાફિક પોલીસે જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ(Jogeshwari-Vikhroli Link Road), મરોલ(Marol), સાકી વિહાર રોડ સહિત પવઈમાં અનેક ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે. તેથી આ રસ્તાઓનો ઉપયોગ કરનારાઓને તે મુજબ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.