જાણી લો અત્યારે જ : મુંબઈ શહેરમાં ટ્રાવેલિંગ સંદર્ભે આ છે નવા નિયમ. કાલથી ટ્રાન્સપોર્ટ મુશ્કેલ ભર્યું બનશે.

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર સરકારે રવિવારના દિવસે તાત્કાલિક ધોરણે કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચર્ચા સમયે એવી વાત સામે આવી કે કોરોના સંક્રમિત વ્યક્તિ મુંબઈ શહેરમાં બહુ ઝડપથી ટ્રાવેલિંગ કરી શકે છે અને આ કારણથી કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે હવે મહત્વનો નિર્ણય લીધો છે જે નીચે મુજબ છે.

૧. રીક્ષામાં માત્ર બે જણા અને રિક્ષા ચલાવનારા ડ્રાઇવર બેસી શકશે

૨. બસમાં માત્ર બેસેલા લોકો જ ટ્રાવેલિંગ કરી શકશે ઊભા રહેનાર લોકોને પરવાનગી નથી.

૩. ટ્રેનની અંદર માત્ર બેસીને પ્રવાસ કરી શકાશે ઉભા ઉભા પ્રવાસ નહીં કરી શકાય.

૪. તમામ સરકારી વાહનો પોતાની 50% મર્યાદા સાથે કામ કરશે.

આમ આવતીકાલથી ટ્રાવેલિંગ મુશ્કેલ બનવાનું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More