ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
કોરોનાકાળ બાદ હવે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં એસી લોકલ ટ્રેનો દોડતી થઈ છે. જ્યારે હાર્બરના પ્રવાસીઓ આ ટ્રેનથી વંચિત છે, પરંતુ 1 ડિસેમ્બરથી હાર્બરમાં પણ એસી લોકલ ટ્રેનો દોડશે. આ એસી લોકલની 12 ફેરી રહેશે.
મધ્ય રેલવે 1લી ડિસેમ્બરથી હાર્બર, ટ્રાન્સહાર્બર અને ચોથા કોરિડોર એટલે કે બેલાપુર/નેરુલ-ખારકોપર રૂટ માટે સુધારેલા ટાઈમટેબલને અમલમાં મૂકશે. કોરોનાના સમયમાં મુંબઈ પરાની લોકલ સેવાને ભારે ફટકો પડ્યો હતો. તેથી જ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાર્બર રૂટનું સુધારેલું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ એસી લોકલ ટ્રેન 1 ડિસેમ્બરથી હાર્બર ખાતે શરૂ થશે અને સોમવારથી શુક્રવાર સુધી દરરોજ એસી લોકલની 12 ફેરી થશે. ઉપરાંત, ઘણી લોકલ સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
આ છે ફેરફાર
– 1લી ડિસેમ્બરથી હાર્બર રૂટ પર 12 એસી લોકલ ટ્રેન સેવાઓ શરૂ થશે.
-છત્રપતિ શિવાજી ટર્મિનસ – અંધેરી અને પનવેલ – અંધેરી ટ્રેનોને ગોરેગાંવ સ્ટેશન સુધી લંબાવવામાં આવશે.
-CST અને અંધેરી વચ્ચેની 44 સેવાઓને ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે, પનવેલ અને અંધેરી વચ્ચેની 18 સેવાઓને ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે.
– હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બાંદ્રા વચ્ચે ચાલતી 2 ટ્રેનોને ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે.
– થાણેથી સવારે 10.40 કલાકે અને 23.14 કલાકે ઉપડતી ટ્રાન્સહાર્બર બેલાપુર લોકલ હવે પનવેલ માટે દોડશે.
-એસી લોકલ સોમવારથી શનિવાર સુધી દોડશે અને સામાન્ય લોકલ રવિવાર/નિયુક્ત રજાના દિવસે ચોક્કસ સમયે દોડશે.