Site icon

શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવા શિવસેનાનો મરણિયો પ્રયાસ- મંજૂરી મેળવવા મૂકી હાઇકોર્ટમાં દોડ- અરજી પર  આ તારીખે થશે સુનાવણી

News Continuous Bureau | Mumbai

શિવાજી પાર્કમાં(Shivaji Park) દશેરા રેલી(Dussehra rally) યોજવાને લઈને વિવાદ હવે હાઈ કોર્ટમાં પહોંચી ગયો છે. અગાઉથી પરવાનગી માંગવા છતાં પાલિકાએ(BMC) હજુ સુધી નિર્ણય લીધો નથી કહીને  શિવસેનાએ હાઈકોર્ટમાં(Highcourt) પિટિશન દાખલ કરીને છે. શિવસેનાએ ગણેશોત્સવ(Ganesha Festival) પહેલાં જ મુંબઈ મહાનગરપાલિકાએ મંજૂરી માટે અરજી દાખલ કરી હતી, જોકે, મહાનગરપાલિકાના જી-ઉત્તર વોર્ડે(G-North Ward) હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. તેથી શિવસેનાએ આ મામલામાં તાત્કાલિક સુનાવણીની (immediate hearing)માંગણી કરી હતી. તેના પર હવે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

Join Our WhatsApp Community

શિવસેના(Shivsena) તરફથી દશેરા મેળા માટે શિવાજી પાર્કનું મેદાન મેળવવાના પ્રયાસો ચાલુ છે. ગણેશોત્સવ પહેલા જ શિવસેનાએ મહાનગરપાલિકાને મેદાન માટે અરજી કરી હતી. થોડા દિવસો પછી, શિંદે ગ્રુપના(Shinde Group) ધારાસભ્ય સદા સરવણકરે(MLA Sada Saravankar) મેદાન માટે અરજી દાખલ કરી. બંને જૂથની અરજી પર મહાનગરપાલિકાએ કોઈ નિર્ણય લીધો નથી. શિવસેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને(State Govt) પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

 આ સમાચાર પણ વાંચો :  મુખ્યપ્રધાન શિંદેની મોટી જાહેરાત- આ લોકો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચાશે

શિવસેનાના વિભાગ પ્રમુખ  મિલિંદ વૈદ્યએ(President Milind Vaidya) આરોપ લગાવ્યો છે હતો કે રાજ્ય સરકાર શિવસેના દશેરાના સભા માટે મંજૂરી ન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પર દબાણ લાવી રહી છે. એક મહિનાનો  સમય વીતી જવા છતાં પણ પરવાનગી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. મિલિંદ વૈદ્યે કહ્યું હતું કે કે શિવસેના કોઈપણ પરિસ્થિતિમાં શિવાજી પાર્ક ખાતે સભા કરશે.

મિલિંદ વૈદ્ય, મહેશ સાવંત(Mahesh Sawant) સાથે શિવસૈનિકો(Shivsainik) મંગળવારે જી-ઉત્તર વિભાગના અધિકારીઓને મળ્યા હતા અને શિવાજી પાર્ક મેદાનના ઉપયોગ માટે કરવામાં આવેલી અરજી પર કેમ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એ બાબતે સવાલ પણ ઉપસ્થિત કર્યો હતો. જોકે પાલિકાએ હજી સુધી કોઈ  નિર્ણય લીધો નથી. તેથી નાછૂટકે શિવસેનાએ હવે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version