News Continuous Bureau | Mumbai
બોરીવલીમાં(Borivali) સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં(Sanjay Gandhi National Park) આવેલી જગવિખ્યાત કાન્હેરી ગુફાના(Kanheri Caves) આખરે વિકાસકામનો શુભારંભ થયો છે. કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક પ્રધાન(Union Minister of Tourism and Culture) જી. કિશન રેડ્ડીના(G. Kishan Reddy) હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર(Central govt) તરફથી કાન્હેરીમાં બહુઉદ્દેશીય હોલ, ઐતિહાસિક કાન્હેરીના ભવ્ય ચિત્ર, કેન્ટીન, સ્વચ્છતાગૃહ અને પ્રાચીન તળાવને પુનજીવિત કરવામાં આવવાનું છે. આવા અનેક વિકાસલક્ષી કામ હાથમાં લેવામાં આવવાના છે.
સોમવારે આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન(Inaugaration) પ્રસંગે પ્રધાન જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે પ્રાચીન ઐતિહાસિક વારસાનું (Ancient historical heritage) જતન થાય, મૃત તળાવો પુનજીવિત થાય અને ઐતિહાસિક સ્થળનો પર્યટનની દષ્ટિએ વિકાસ કરવા માટે કાન્હેરીનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : અહો આશ્ચર્યમ… એક જ તળાવમાં દીપડો અને હરણ એકસાથે પાણી પીતા જોવા મળ્યા, કેમેરામાં કેદ થયો સુંદર નજારો.. જુઓ વિડીયો..
મુંબઈની પ્રાચીન કાન્હેરી ગુફાનો પર્યટનના દ્ષ્ટિકોણથી વિકાસ કરવા માટે સાંસદ ગોપાલ શેટ્ટીએ(MP gopal shetty) માર્ચ 2022માં લોકસભામાં ભાષણ કર્યું હતું. હવે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર આગળ ધપાવી રહી છે તેથી ગોપાલ શેટ્ટીએ આનંદ વ્યક્ત કર્યો હતો અને કાન્હેરી ગુફામાં ભગવાન બુદ્ધની પ્રતિમા બેસાડવા બાબતે તેમણે વિચાર પણ વ્યક્ત કર્યો હતો. તેમ જ પર્યટકોની સગવડને અમુક માગણીઓ પણ તેમણે આ દરમિયાન કરી હતી.
સોમવારના યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પર્યટન અને સાંસ્કૃતિક પ્રધાન જી. કિશન રેડ્ડી, સાંસદ ગોપાલ શેટ્ટી, ભારતીય પુરાતન વિભાગના રિજનલ ડાયરેક્ટર નંદિની ભટ્ટાચાર્ય સાહૂ, મલ્લિકાર્જુન, ડો.રાજેન્દ્ર યાદવ, ભાજપ અધ્યક્ષ ગણેશ ખણકર, તમામ નગરસેવક, ભાજપના નેતા ડો.યોગેશ દુબેસ યુનૂસ ખાન વગેરે હાજર રહ્યા હતા.