ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
મુંબઈમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડા છતાં રોજ મોટા પ્રમાણમાં કેસ આવી રહ્યા છે. તેને ડામવા અને રસીકરણ અભિયાનને વેગ આપવા પાલિકાએ હવે રસીકરણને લઈ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તે અનુસાર હવે ખાનગી કાર્યાલય અને હાઉસિંગ સોસાયટીઓમાં પણ રસીકરણ થઈ શકશે.
આ ગાઈડલાઈન પ્રમાણે હવે ખાનગી ઓફિસો અને હાઉસિંગ સોસાયટીઓ પણ વેક્સીન ખરીદી શકશે અને ત્યારબાદ તેમણે રસીકરણ શિબિરનું આયોજન કરવું પડશે. રસીના ડોઝની કિંમતનો નિર્ણય મુંબઈના ખાનગી રસીકરણ કેન્દ્રો અને હાઉસિંગ સોસાયટી, કંપની દ્વારા સંયુક્ત રીતે લેવાનો રહેશે. આ કંપની, હાઉસિંગ સોસાયટી અને ખાનગી હોસ્પિટલના સંકલન માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર જો રસીકરણનો પ્રયોગ સફળ થશે તો ઘરે ઘરે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
કોરોનાથી બચવા વલખા મારતા રાજ્ય : વધુ એક રાજ્યમાં લોકડાઉન લાગ્યું, જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ મનોજ કોટકે ૨૯મી એપ્રિલના રોજ મહાનગર પાલિકાના કમિશનર ઇકબાલ ચહલને પત્ર લખી મુંબઈમાં ડોર-ટુ-ડોર રસીકરણ કરવાની માગ કરી હતી.