News Continuous Bureau | Mumbai
દાદર(Dadar)માં ખરીદી કરવા માટે આવનારા મુંબઈગરા(mumbaikar)ને તેમના વાહનો પાર્ક(vehicle parking) કરવાની ચિંતાથી છૂટકારો મળ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ દાદર વ્યાપારી સંઘ, મુંબઈ પોલીસ(Mumbai police) અને ટ્રાફિક પોલીસ(Traffic police) સાથે સંયુક્ત મળીને દાદર(વેસ્ટ)માં શિવાજી પાર્ક સહિત પાંચ જગ્યાએ વેલેટ પાર્કિંગ (Valet parking)ની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે.
ખરીદી કરવા માટે આવનારા મુંબઈગરા પાલિકા(BMC)એ નક્કી કરેલી પાંચ જગ્યા પર આવીને મોબાઈલ એપ(Mobile app)થી પોતાની કાર પીક કરવા અને પાછી ડ્રોપ કરવા બુકિંગ કરી શકશે. દાદર(વેસ્ટ)માં ખરીદી કરવા આવતા લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરતા હોવાથી રસ્તા પર ટ્રાફિકજામની સમસ્યા થાય છે વેલેટ પાર્કિંગ(Valet parking)ની કારણે રસ્તા પર રહેલી ટ્રાફિકની (Trafficjam)સમસ્યાથી તો છૂટકારો મળશે. સાથે જ લોકો પણ બિન્દાસ પોતાના વાહનો પાર્ક કરીને આનંદથી શોપિંગની મઝા માણી શકશે. એવો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો:દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આપ્યું રાજીનામું, આ કારણનો આપ્યો હવાલો.. જાણો વિગતે
દાદર(વેસ્ટ)માં શિવાજી પાર્ક સહિત, કોતવાલ ઉદ્યાન, આઈસીઆઈસીઆઈ બેંક પાસે, જિપ્સી કોર્નર પાસે, એસ.કે.બોલે રોડ પર જ્યોતિ હાર્ડવેર પાસે, રાનડે રોડ પર સર્વોદય સોસાયટી પાસે વાહનના પીક અપ અને ડ્રોપની સગવડ હશે. 
સવારના 11 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી આ સુવિધા ઉપલબ્ધ હશે. વાહન પાર્ક કરવાના પહેલા ચાર કલાક માટે 100 રૂપિયા અને ત્યાર બાદ પ્રતિ કલાકે 25 રૂપિયા વસૂલાશે.
વેલેટ પાર્કિંગની સુવિધા માટે મુંબઈગરાએ પાર્ક પ્લસ આ મોબાઈલ એપ્લિકેશન મદદ લેવી પડશે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. એ સિવાય વાહન પાર્ક કરવા ઇચ્છુક વ્યક્તિ આ એપ પર જઈને વાહન પીક અપ માટે લિંક પર ક્લિક કરીને એસએમએસ(SMS)થી પણ રિક્વેસ્ટ કરી શકશે. ગ્રાહકને ઓનલાઈન પેમેન્ટ કરવાની સગવડ હશે.
 
			         
			         
                                                        