ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
વર્ષોના વિલંબ બાદ છેવટે નવી મુંબઈમાં બનાવવામાં આવી રહેલા નવી મુંબઈ ઈન્ટનેશનલ એરપોર્ટનું કામ ફરી ચાલુ થવાનું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માટે મહત્વનું સાબિત થનારુ આ એરપોર્ટ હાલના મુંબઈના એરપોર્ટનો મોટાભાગનો ટ્રાફિક ઓછો કરી દેશે એવું માનવામા આવે છે.
સિટી ઈન્ડસ્ટ્રીયલ ડેવલરમેન્ટ કોર્પોરેશન (CIDCO) ના વાઈસ ચેરમેન અને મેનેજિગ ડાયરેકટર સંજય મુર્ખજીએ હાલમાં જ સોશિયલ મિડિયા પર પ્રોજેક્ટને લગતી માહિતી આપી હતી.
હેં! કોવિડ પોઝિટિવ હોવા છતાં બિલાસપુરથી મુંબઈ આવ્યોઃ હવે તેની સામે લેવાશે આ પગલા; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 23 વર્ષથી નવી મુંબઈમાં ઇન્ટરનેશન એરપોર્ટ બનાવવાની યોજના ચાલી રહી હતી. જોકે જમીન સંપાદનને લઈને અનેક પ્રકારની મંજૂરીઓ મેળવવામાં જ વર્ષો નીકળી ગયા હતા. જેમાં એરપોર્ટ બનાવવાનો ખર્ચ પણ અધધધ થઈ ગયો છે. હવે જોકે જમીન સંપાદનને લઈને મોટાભાગની સમસ્યાઓને ઉકેલ આવી ગયો છે. તેથી બહુ જલ્દી તેનું ફીઝીકલી કામ ચાલુ થવાનુ છે. એરપોર્ટનું પહેલા તબક્કાનું બાંધકામ માટે 31 ડિસેમ્બર 2024 સુધી પૂરું કરવાની ડેડલાઈન રાખવામાં આવી હોવાની માહિતી પણ સંજય મુર્ખજીએ આપી હતી.