News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં આવેલી રસ્તાઓ(Roads) અને શેરીઓનું(streets) સુશોભીકરણનું(Decorative) કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં બોરીવલી(વેસ્ટ)માં(Borivali (West) ગોરાઈમાં(Gorai) વિવિધ ભારતી સેવા સામે રહેલી દીવાલો પણ રંગી(Wall painting) દેવામાં આવી છે.
પાલિકાના સ્થાનિક વોર્ડ(BMC ward) દ્વારા રસ્તા પર રહેલી ફૂટપાથના(Footpath) સુશોભીકરણ સહિત દીવાલો પર પેન્ટિંગ કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ ભારતી સેવા સામે રહેલી દીવાલો મુંબઈના પ્રખ્યાત ટુરીસ્ટ સ્પોટોના(tourist spot) પેઈન્ટિંગ કરવામાં આવ્યા છે, જે આવતા જતા લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : આદિત્ય ઠાકરે મુંબઈગરાની માફી માગે. જાણો ભાજપે શા માટે આવું કહ્યું?
પાલિકાના સ્થાનિક વોર્ડ અધિકારીના જણાવ્યા મુજબ સુશોભીકરણ પ્રોજેકટ હેઠળ દીવાલોને કલર કરવામાં આવી રહ્યા છે, જેથી આ દીવાલો પર લોકો ગેરકાયદે રીતે પોસ્ટર(Illegal posters) લગાવીને કે પછી થૂંકીને ગંદી ના કરે..