News Continuous Bureau | Mumbai
વહેલી સવારથી મુંબઈ(Mumbai) સહિત થાણે અને પાલઘર(Thane and Palghar), રાયગઢ જિલ્લામાં(Raigad district) ભારે વરસાદ (heavy rain) પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈ સહિત વસઈ-વિરારમાં (Vasai-Virar) પણ અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા(Water logging) છે. જેમાં ખાસ કરીને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે (Mumbai-Ahmedabad National Highway) પર ભારે વરસાદને કારણે ચોતરફ પાણી ફરી વળ્યા છે.
#મુંબઈમાં વહેલી સવારથી ભારે #વરસાદ આ નેશનલ #હાઈવે થયો પાણી પાણી જુઓ #વિડિયો#MumbaiRains #Monsoon #MumbaiAhmedabadnationalhighway #Waterlogging #newscontinuous pic.twitter.com/5FNtVUcz61
— news continuous (@NewsContinuous) September 16, 2022
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે ગુજરાતને(gujarat) જોડતો મહત્વનો હાઈવે છે. વહેલી સવારથી વસઈ-વિરાર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી વસઈમાં નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર ભરાઈ ગયેલા પાણીને કારણે વાહન વ્યવહારને(Transportation) પણ ભારે અસર થઈ હોવાનું હાઈવે ટ્રાફિક કંટ્રોલે(Traffic control) જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લ્યો આ સમાચાર- મુંબઈ શહેરને લઈને મોસમ વિભાગે આવી કરી છે આગાહી
નેશનલ હાઈવે પર લગભગ એક ફૂટ જેટલા પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું. હજી સુધી હાઈવે પર ટ્રાફિક ખોરવાયો નથી. પરંતુ ટ્રાફિકની મુવમેન્ટ થોડી ધીમી પડી ગઈ છે.