News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવેએ(Western Railway) ચાલુ નાણાકીય વર્ષમાં(Current financial year) ભંગારનું વેચાણ(Scrap sale) કરીને જ અધધધ કહેવાય એમ 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
પશ્ચિમ રેલવે "મિશન ઝીરો સ્ક્રેપ"(Mission Zero Scrap) હેઠળ તેની તમામ રેલવે સંસ્થાઓ(Railway Institutions) અને એકમોને ભંગાર મુક્ત બનાવવાનો સંકલ્પ હાથમાં લીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુર દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, “ઝીરો સ્ક્રેપ મિશન”ની દિશામાં આગળ વધીને, પશ્ચિમ રેલવેએ આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 100 કરોડથી વધુના સ્ક્રેપનું વેચાણ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર- આજે બપોરે હાર્બર રૂટ પર આ સ્ટેશન વચ્ચે છે 2 કલાકનો ઈમરજન્સી બ્લોક
રેલવેના દાવા મુજબ ગયા વર્ષના આ જ સમયગાળામાં ભંગાર વેચીને 47.89 કરોડ રૂપિયાની કમાણી રેલવેએ કરી હતી. વર્ષ 2021-22માં પશ્ચિમ રેલવે દ્વારા 513.46 કરોડ રૂપિયાનો ભંગાર વેચવામાં આવ્યો હતો.