News Continuous Bureau | Mumbai
મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા બાંદ્રા ટર્મિનસ(Bandra Terminus)-ભિવાની(Bhiwani)-બોરીવલી(Borivali) સમર સ્પેશિયલ ટ્રેનની(Summer Special Train) સેવાને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ સ્પેશિયલ ટ્રેનની સેવા લંબાવવામાં આવી છે, જેમાં ટ્રેન નંબર 09007 બાંદ્રા ટર્મિનસ – ભિવાની સુપરફાસ્ટ સ્પેશિયલ જે 30મી જૂન, 2022 સુધી જ દોડાવવાની હતી, હવે 28મી જુલાઈ, 2022 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09008 ભિવાની – બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ(Superfast Special) જે 1લી જુલાઈ, 2022 સુધી જ દોડવાની હતી તેને હવે 29મી જુલાઈ, 2022 સુધી લંબાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : પશ્ચિમ ઉપનગરમાં સાંતાક્રુઝ વિસ્તારમાં પાણી ભરાયા- અંધેરી સબવેમાં પણ પાણી ભરાતા સાવચેતી- જુઓ વિડિયો અને ફોટોગ્રાફ
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ ચિત્તોડગઢ, ભીલવાડા, અજમેર, કિશનગઢ, ફુલેરા, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદિકૂઈ, અલવર, રેવાડી, કોસલી અને ચરખી દાદરી સ્ટેશનો(Railway station) પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09008 બોરીવલી સ્ટેશન પર સમાપ્ત થશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે.
ટ્રેન નંબર 09007ની બુકિંગ 1લી જુલાઈ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.