Site icon

પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે ૨૦૨૧
શનિવાર
સામાન્યપણે જુનીયર કેજીમાં ભણતું બાળક એ ફોર એપલ અને બી ફોર બોલ કરતું હોય છે. જ્યારે બાળકને એપલનો સ્પેલિંગ આવડી જાય ત્યારે મા-બાપ ખુશ થઈ જતા હોય છે. આવી પરિસ્થિતિમાં એક બાળક એવું છે જે ૧થી ૧૫ના ઘડિયા કડકડાટ બોલી નાખે છે. આ વાત છે જિઆંશ લાંબાની જે માત્ર પાંચ વર્ષની ઉંમરે માહિતીનો ખજાનો છે.

Join Our WhatsApp Community

જિઆંશ ચેમ્બુરની ગ્રીન એક્રેસ એકેડમીમાં જુનીયર કેજીમાં અભ્યાસ કરે છે. મનીષ લાંબા અને અનીતા લાંબાનો પુત્ર જિઆંશ ખૂબ જ હોશિયાર છે. તેને ભારતના દરેક રાજ્યના નામ તેની રાજધાની સહિત યાદ છે. જિઆંશ ત્રણ-ચાર અંકી સંખ્યાના સરવાળા બાદબાકી પણ મોઢે જ કરી નાખે છે. જિઆંશ કોઈપણ વિષય પર ત્વરિત નિબંધ લખી શકે છે. આપણા સૌર મંડળના પણ બધા જ ગ્રહોના નામ તેને મોઢે છે.

સતત સુધરતું મુંબઈ, શહેરમાં કોરોના ના સક્રિય કેસનો આંકડો ઘટ્યો

આ સંદર્ભે વાત કરતા જિઆંશના મમ્મી અનીતાબેને ન્યુઝ કંટીન્યૂઝને જણાવ્યું કે “એક માતા તરીકે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું, મેં ક્યારેય આવું વિચાર્યું ન હતું કે જિઆંશ આટલો હોશિયાર હશે.” જિઆંશ આ બધુ કઈ રીતે શીખ્યો તે પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે જિઆંશ રમકડાની જગ્યાએ કેલ્ક્યુલેટરથી રમતો અને તેથી તે સરવાળા-બાદબાકી ત્યાંથી જ શીખી ગયો.
જિઆંશ માતા-પિતાને ખૂબ જ પ્રશ્નો પૂછે છે અને ઓનલાઈન પણ માહિતી ગોતે છે. જિઆંશનો મેમરીપાવર ખૂબ જ સરસ છે, તેથી તેને બધી જ વસ્તુ એક જ વારમાં યાદ રહી જાય છે. જિઆંશ છેલ્લાં ૨-૩ દિવસમાં ૬૦ જેટલા દેશના નામ તેની રાજધાની સાથે શીખી ગયો છે.
ઉલ્લેખનીય છે કે તેની સ્કૂલની વેબસાઈટ ઉપર પણ જિઆંશનો વિડિયો મૂકવામાં આવ્યો છે. જેમાં તેના શિક્ષકો અને આચાર્યએ તેનું ખૂબ સરાહના કરી છે.

વિવાદોની ક્વીન અને બધા સાથે પંગા લેવાવાળી કંગના રાણાવત કોરોના માં સપડાઈ.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version