Site icon

મુંબઈગરાને રાહત. કોરોનાનું સંક્રમણ કાબુમાં, પરંતુ કાળજી રાખવી જરૂરી… શહેરમાં દર્દીઓના મૃત્યુઆંકમાં વધારો યથાવત; જાણો આજના તાજા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર.

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈમાં શુક્રવારે નવા દર્દીઓની સંખ્યામાં પાછલા દિવસોની સરખામણીએ ઘટાડો થયો છે. રાહત આપનારી વાત એ છે કે નવા દર્દીઓની સંખ્યા કરતા કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા વધારે છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5,008 નવા કોરોના કેસ નોંધાયા છે અને 12 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,028,715 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,488 થઈ ગયો છે. આ દરમિયાન 12,913 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે  9,95,338 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ વધીને 97 ટકા થયું છે. 

બહુ જલદી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશે? વોર્ડની પુનઃરચના નો ડ્રાફ્ટ ચૂંટણી કમિશનને રજૂ કર્યો; જાણો વિગત

મુંબઈમાં ગુરુવારે 50,032 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5,008 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 420 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 4,207 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 801 બેડમાંથી માત્ર 4,571 બેડ નો ઉપયોગ થયો છે. શહેરમાં 29 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 14,178  સક્રિય કેસ છે.  જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 93 દિવસ થયો છે. 

Mumbai Local Update: વેસ્ટર્ન લાઇન પર દોડશે વધુ 4 નવી લોકલ ટ્રેન! આવતીકાલથી અમલી બનશે નવું ટાઈમ ટેબલ; જાણો કયા સ્ટેશનોને થશે મોટો ફાયદો
Sharad Pawar on Sunetra Pawar: સુનેત્રા પવારના શપથગ્રહણ પર શરદ પવારની સ્પષ્ટતા; NCP ના વિલીનીકરણ ને લઈને કહી આવી વાત
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Arthur Road Jail Incident: આર્થર રોડ જેલ: ઉશ્કેરાયેલા કેદીનો પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, નાક પર માથું મારી ગંભીર ઈજા પહોંચાડી
Exit mobile version