નવી મુંબઈના આ વિસ્તારમાં આવેલા BMWના શોરૂમમાં લાગી ભીષણ આગ, પાર્કિંગમાં પાર્ક કરેલી 40 કાર બળીને ખાખ, પોલીસે હાથ ધરી તપાસ; જુઓ વિડીયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

બુધવાર.

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં એક BMW શોરૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 40 વાહનો બળીને રાખ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, આ આગ નવી મુંબઈના તુર્ભે MIDC વિસ્તારમાં લાગી હતી. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

MIDC ફાયર સર્વિસના ચીફ ફાયર ઓફિસર આર.બી. પાટીલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મંગળવારે સવારે લગભગ 5.30 વાગ્યે BMW શો રૂમમાં આગ લાગી હતી. આ આગમાં ત્યાં પાર્ક કરેલી લગભગ 40-45 મોંઘીદાટ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, આ ભીષણ આગ બપોરે 1 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. આ ભયાનક આગને કાબુમાં લેવા માટે લગભગ 10 ફાયર એન્જિનોએ કલાકો સુધી મહેનત કરી હતી.

અમદાવાદમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, અધધ આટલા લાખ યુવાનોએ નવા મતદાન માટે અરજી કરી; જાણો વિગતે

કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં આગ લાગી ત્યાં આ લક્ઝરી વાહનોનો શોરૂમ અને વેરહાઉસ હતું. આગ ઝડપથી ફેલાતી જોઈ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે ત્યાં પહોંચી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવામાં લગભગ છ કલાકનો સમય લાગ્યો હતો. જેના કારણે ત્યાં પાર્ક કરાયેલા અનેક મોંઘા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *