News Continuous Bureau | Mumbai
ગેરકાયદે રીતે રેતી ઉચેલનારાઓ પર મુંબ્રામાં જોરદાર કાર્યવાહી કરવામાં આવી હતી. માફિયાઓની પાચ બોટને સળગાવી દેવામાં આવી હતી, તો છ બાઝને પાણીમાં ડૂબાડી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ એક્શન દરમિયાન કુલ સાડા ચાર કરોડની માલમત્તા પર નષ્ટ કરી નાખવામાં આવી હતી. આ કાર્યવાહી સ્થાનિક ઉપ વિભાગીય અધિકારી અને તહેસીલદાર કચેરીએ સંયુક્ત રીતે હાથ ઘરી હતી.
કલવા-મુંબ્રા અને ખારેગાવ ખાડીમાં રેતી માફીયાઓ ગેરકાનૂની રીતે રેતીને ઉચેલતા હતા, તેને કારણે જોખમ નિર્માણ થયું હતું. સ્થાનિક લોકોએ અનેક વખત તેની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ સ્થાનિક સ્તરે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને કારણે સ્થાનિક માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મની ટિકિટ દેખાડી દૂધ પર ડિસ્કાઉન્ટ આપવું દૂધવાળાને પડ્યું ભારે, મળ્યા ધમકીભર્યા ફોન કોલ, પોલીસમાં નોંધાવી ફરિયાદ; જાણો વિગતે
જિલ્લા કલેકટરના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહીમાં આઠ સેકશન પંપ પણ પાણીમાં ડૂબાડી દેવામાં આવ્યા હતા. ત્રણ મોટા બ્રાસના બાઝ જપ્ત કરવામાં આવ્યા હતા. કાર્યવાહીમાં લગભગ 4 કરોડ 60 લાખ રૂપિયાની માલમત્તાનો નાશ કરવા તેને જપ્ત કરવામાં આવી હતી.