અરે વાહ! વોટ્સએપ પર મળશે મુંબઈ પાલિકાની 80થી વધુ સેવા સુવિધાની માહિતી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

  શુક્રવાર. 

નાની મોટી માહિતી માટે હવે મુંબઈ મહાનગરપાલિકાની ઓફિસના ચક્કર કાપવાની આવશ્યકતા નથી. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી 80થી વધુ સેવા સુવિધાની માહિતી મુંબઈગરાને ઘરે બેઠા મળશે. આ માહિતી મુંબઈગરાને તેમના મોબાઈલ પર વોટ્સએપના માધ્યમથી મળશે. 

હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહે તે માટે ઓનલાઈન સેવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. એવા સમયે મુંબઈ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસમાં પ્રોપર્ટી ટેક્સ, બર્થ તથા ડેથ સર્ટિફિકેટ સહિત અનેક કામ માટે પ્રતિદિન હજારો લોકોને નાના મોટા કામ માટે ચક્કર કાપવા પડતા હોય છે. તેથી પાલિકાએ આ તમામ સેવાની માહિતી ઘરે બેઠા મુંબઈગરા મેળવી શકે તે વોટ્સએપ આ સુવિધા ઉપલબ્ધ કરી છે. 

સેન્ટ્રલ રેલવે એક જ દિવસમાં માસ્ક વગરના આટલા લોકોને દંડયા, વસૂલ્યો મસમોટો દંડ; જાણો વિગત

મુંબઈના નાગરિકો 8999 22 8999 મોબાઈલ નંબર પરથી વોટ્સએપ પર તેમને જોઈતી તમામ માહિતી મેળવી શકશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ સેવાનું લોકાર્પણ કર્યું હતું.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *