Site icon

ગણપતિ બાપ્પા મોરિયા- અગલે બરસ તુ જલ્દી આ- મુંબઈમાં લાલબાગચા રાજાને અપાઈ વિદાય- ઉમટી ભક્તોની ભીડ- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra સહિત દેશભરમાં આ વર્ષે કોરોના મહામારીના બે વર્ષ બાદ ગણેશ ચતુર્થી(Ganesh Chturthiનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. 31મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી તેમની હર્ષોલ્લાસ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

મુંબઈ(mumbaiના જગપ્રસિદ્ધ લાલબાગના રાજા(Lalbaugcha Rajaની શોભાયાત્રા ‘એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર’ સહિતના ગગનભેદી જય ઘોષ સાથે આજે શનિવારે સવારે 6.30 વાગ્યે ગિરગાંવ ચોપાટી(Girgaon Chowpatyમાં પ્રવેશી હતી.

આ સમાચાર પણ વાંચો : શનિદેવ ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે મકર રાશિમાં માર્ગી-આ ચાર રાશિઓ ના ખુલી જશે ભાગ્ય-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે

આ સમયે પ્રિય રાજાને વિદાય આપવા માટે ચોપાટી પર લાખો ભક્તોની ભીડ ઉમટી પડી હતી. 22 કલાકના ઉમંગ, ઉલ્લાસ અને ઢોલ-નગારાના તાલે ઝુલુસ બાદ લાલબાગના રાજાનું ગિરગાંવ સમુદ્રમાં શાહી વિસર્જન કરવામાં આવ્યું હતું. અને 'ગણપતિ બાપ્પા મોર્યા, પૂઢચ્યા વર્ષી લવકર યા…' ના નારા સાથે લાલબાગના રાજાને ભાવુક વિદાય આપવામાં આવી હતી. 

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version