ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રમાં હવે મોટી સંખ્યામાં ડોક્ટર અને આરોગ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ થવાનું શરૂ થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલના લગભગ 60 ડોકટરો અને સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા છે.
આ સિવાય ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલના પણ લગભગ 10 ડોકટરો અને સ્ટાફ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં નિવાસી ડોક્ટરોની અછત છે. ઘણા એવા ડોક્ટરો કોરોના થવાને કારણે સેવામાં હાજર થઈ શક્યા નથી, એને કારણે દર્દીઓની સારવાર ખોરવાઈ ગઈ છે.
