ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈની ગલી ગલીમાં ગેરકાયદે રીતે ઊભી થઈ જતી હોસ્પિટલ નાગરિકોના જીવન માટે જોખમી બની શકે છે. આવી હોસ્પિટલમાં બનાવટી ડોકટરોની લઈને ફાયર સેફ્ટી સિસ્ટમ જેવી અનેક ત્રુટીઓ દર્દીઓને મોતના મુખમાં લઈ જઈ શકે છે. મુંબઈમાં લગભગ 46 જેટલા નર્સિંગ હોમ ગેરકાયદેસર હોવાની ચોંકાવનારી વિગત પાલિકાના આરોગ્ય ખાતાએ આપી છે
મુંબઈમાં 46 જેટલા નર્સિંગ હોમ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે, છતાં પાલિકાના આરોગ્ય ખાતાએ હજી સુધી તેની સામે પગલાં કેમ લીધા નથી તે આશ્ચર્યજનક બાબત છે
મુંબઈમાં પાલિકાના દાવા મુજબ 1,448 નર્સિંગ હોમ છે. સામાન્ય રીતે સંબંધિત વોર્ડના આરોગ્ય અધિકારીની જવાબદારી હોય છે, તેના વોર્ડમાં આવા ગેરકાયદે નર્સિંગ હોમ ઊભા થાય નહીં તે જોવાની. આવા બાંધકામની તપાસ કરી તેનો અહેવાલ તેઓ આપતા હોય છે. તે મુજબ સંબંધિત નર્સિગ હોમે હોસ્પિટલમાં રહેલી ત્રુટીઓ દૂર કરવાની હોય છે અને તેઓ ત્રુટી દૂર નહીં કરે તો તે નર્સિંગ હોમના માલિક સામે ગુનો નોંધાય છે. કોર્ટના માધ્યમથી તેને દંડ ફટકારવામાં આવે છે.