News Continuous Bureau | Mumbai
મુંબઈમાં આજથી 12 સેન્ટરોમાં ૧૨ વર્ષથી ૧૪ વર્ષના કિશોરોને કોવિડ પ્રતિબંધક કોરબેવૅક્સ નામની વૅક્સિન આપવાની શરૂઆત થશે. મુંબઈ મહાનગરપાલિકાના આપેલા આંકડા મુજબ મુંબઈમાં આ એજ ગ્રુપમાં લગભગ ૩,૫૦,૦૦૦ કિશોર વેક્સિન લેવાને પાત્ર છે.
આજે જોકે મુંબઈમાં ફક્ત ૧૨ સેન્ટર પર પ્રાયોગિક ધોરણે બપોરના ૧૨ વાગ્યાથી વૅક્સિન આપવાનું ચાલુ કરવામાં આવવાનું છે. આ ૧૨ સેન્ટરનો અભ્યાસ કર્યા બાદ તેમાં આવતી અડચણો અને લોકોના પ્રતિસાદને જોયા બાદ સેન્ટરની સંખ્યા વધારાશે. કિશોરોને આપવામાં આવવાની વૅક્સિનના બે ડૉઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર રહેશે.
હાલ જોકે સ્કૂલોમાં પરીક્ષાનો સમય છે, તેમ જ વેક્સિન લીધા બાદ તાવની તકલીફ થઈ શકે છે. તેને જોતા વાલીઓ પોતાના બાળકોને વેકિસન આપતા અચકાઈ શકે છે. તેમ જ પરીક્ષા પૂરી થયા બાદ લોકો વેકેશન પર જતા રહેતા હોય છે, તેથી પાલિકાની વેક્સિનેશન ડ્રાઈવને અસર થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : બાળકોને પાસે આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ હવે સ્કૂલમાં મળશે પ્રવેશ, શાળા શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં ઘોષણા કરી ઘોષણા ; જાણો વિગતે
જોકે પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણવ્યા મુજબ લોકોમાં બાળકોના વેક્સિનેશનને લઈને અવેરનેસ લાવવામાં આવી રહી છે. એટલે બહુ વાંધો આવશે નહીં. મુંબઈમાં પ્રાયોગિક ધોરણે આજથી ૧૨ સેન્ટર પર વૅક્સિન આપવામાં આવવાની છે. આગળ જતા સેન્ટરની સંખ્યામાં વધારો થવાનો છે. એ સાથે જ પાલિકાએ સ્કૂલમાં કૅમ્પ લગાવશે, સાર્વજનિક મંડળોમાં પણ કેમ્પ લગાવીને વૅક્સિન આપવાની યોજના બનાવી છે.
મુંબઈના 12 સેન્ટરમાં વેક્સિન મળવાની છે, જેમાં ઈ-વોર્ડમાં મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હોસ્પિટલ, ઈ-વોર્ડમાં નાગપાડામાં આવેલી જે.જે. હોસ્પિટલ, એફ-દક્ષિણ વોર્ડમાં પરેલની કે.ઈ.એમ. હોસ્પિટલ, એચ-પૂર્વ વોર્ડમાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં જંબો કોવિડ સેન્ટર, કે-પૂર્વમાં વિલેપાર્લે (પશ્ચિમ)માં કૂપર હોસ્પિટલ, પી-દક્ષિણ વોર્ડના ગોરેગામ (પૂર્વ)માં નેસ્કો જંબો કોવિડ સેન્ટર, આર-દક્ષિણ કાંદિવલી (પશ્ચિમ)માં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર મનપા હોસ્પિટલ, એન-પૂર્વ વોર્ડના ગોવંડીમાં પંડિત મદનમોહન માલવિયા હોસ્પિટલ, ટી-વોર્ડના મુલુંડમાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર હોસ્પિટલ નો સમાવેશ થાય છે.
