બોરીવલીના આંગણે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક બોલાવશે ગરબાની રમઝટ- હાઇકોર્ટે ગરબા ઇવેન્ટને લઈને દાખલ કરાયેલ અરજી ફગાવી

News Continuous Bureau | Mumbai

'દાંડિયા ક્વીન' ફાલ્ગુની પાઠક(Dandiya queen Falguni Pathak)ના ગરબા કાર્યક્રમને બોમ્બે હાઈકોર્ટે(Bombay Highcourt) લીલીઝંડી આપી છે. આ કાર્યક્રમ સામે વાંધો ઉઠાવતા રમતના મેદાનનું વ્યાપારીકરણ રોકવાની માંગ કરતી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. એટલે કે, દર વખતની જેમ આ વર્ષે પણ બોરીવલી(Borivali)ના ચીકુવાડી વિસ્તારમાં સ્થિત સ્વર્ગસ્થ પ્રમોદ મહાજન મેદાન(Late Pramod Mahajan Ground)માં જ ફાલ્ગુની પાઠક ગરબા(Garba)ની રમઝટ બોલાવશે.

ફાલ્ગુની પાઠકના નવરાત્રીના દસ દિવસના કાર્યક્રમની વિરોધમાં મયૂર ફારિયા અને સામાજિક કાર્યકર વિનાયક સાનપે જનહિત અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા અરજીકર્તાને પ્રશ્ન કર્યો કે, શું ખરેખર આવી જનહિત અરજી દાખલ કરવાની જરૂર હતી? અપૂરતી માહિતી સાથે તમે કોઈના વિરુદ્ધ કેસ કેવી રીતે નોંધાવી શકો? આમ ચીફ જસ્ટિસ દીપાંકર દત્ત અને જસ્ટિસ માધવ જામદારની ખંડપીઠે આ અરજીને નકારી દીધી હતી અને ટિપ્પણી કરી હતી કે આ મુદ્દો માન્ય હોવા છતાં અમને અરજીમાં કોઈ યોગ્યતા દેખાતી નથી.

આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય હોં- મુંબઈમાં એસી ટ્રેન માં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ થઈ ગઈ છે- પોલીસે બારણા બંધ કરવા હાથમાં ડંડા લેવા પડે છે- જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે દર વર્ષે બોરીવલી(Borivali)માં ફાલ્ગુની પાઠક દ્વારા નવરાત્રી(Navratri Festival) ઉત્સવ માટે સ્વર્ગસ્થ પ્રમોદ મહાજન સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ બોરીવલીમાં 13 એકડની જમીન પર ગરબોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમના વિરોધમાં વકીલ મયૂર ફારિયા અને સમાજ સેવક વિનાયકર સાનપે એન્ટ્રી ફી મામલે જનહિત અરજી દાખલ કરી હતી. 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!