Site icon News Continuous Bureau | Mumbai

મહાનગરપાલિકા એક્શન મોડમાં, તાડદેવ પરિસરની ગગનચુંબી ઇમારતમાં બનેલી ઘટનાની તપાસ માટે 4 સભ્યોની કમિટીની રચના, BMC કમિશનરને આટલા દિવસમાં રિપોર્ટ સોંપાશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

સોમવાર.

દેશની આર્થિક રાજધાની મુંબઈના તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે સ્થિત ૨૦ માળની ઈમારતમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિનાશક આગને લીધે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનું વાદળ છવાઇ ગયું હતું. બંબાવાળા તત્કાળ ઘટનાસ્થળે પહોંચી અનેક રહેવાસીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે બિલ્ડિંગના 18મા માળે બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. શનિવારે સવારે ભભૂકી ઉઠેલી વિનાશક આગમાં 7 જણ જીવતા ભુંજાઇ ગયા હતા અને 30 રહેવાસીઓ જખમી થયા હતા. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનો માટે 2 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના ગ્રહણ, ગુજરાતમાં વધતા કેસ વચ્ચે આ જિલ્લામાં સ્થિત બહુચરાજી મંદિર વધુ આટલા દિવસ બંધ રહેશે; જાણો વિગતે 

હવે આ ઘટનાની તપાસ માટે ૪ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી તપાસની આગેવાની કરશે. જાે કે, BMC કમિશનરને ૧૫ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે.  

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version