News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત પરાંના વિસ્તારોમાં ગરમીનો પારો નિરંતર ઉંચકાઈ રહ્યો છે.
મુંબઈમાં સોમવારે સાંતાક્રુઝ ખાતે મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી જેટલું ઊંચું મહત્તમ તાપમાન નોધાયું હતું.
એટલે કે રવિવારની તુલનામાં સોમવારે તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો છે.
હવામાનશાસ્ત્રીઓના મતે સૂર્યમાંથી નીકળતા રેડિયેશનમાં વધારો થયો છે, જેના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે અને પૃથ્વીમાંથી ગરમ હવા નીકળી રહી છે.
તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી શકે છે. ગત વર્ષની ગરમીનો રેકોર્ડ આ વખતે તૂટે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
મુંબઈમાં ગયા વર્ષે ૨૮ માર્ચ, ૨૦૨૧ના રોજ ૪૦ ડિગ્રીએ તાપમાન પાર થયું હતું, પરંતુ આ વખતે માર્ચના મધ્યમાં ૪૦ ડિગ્રીની નજીક પહોંચ્યું છે.