News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા(Social Media) ના જમાનામાં આજે ક્યારે શું વાઇરલ થઈ જાય એ નક્કી નથી. આપણી આસપાસમાં જ બનતી ઘટનાઓ આપણને આમ તો સાવ સામાન્ય લાગતી હોય, પરંતુ એ જ ઘટના ક્યારેય વાઇરલ(Viral video) થાય અને આપણી સામે આવે ત્યારે માથું ખંજવાળતા રહી જઈએ છીએ. દરમિયાન આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીટ મેળવવા માટે છોકરાના જુગાડને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
Local Train मधील Spider Man पाहिला का? #videoviral #viral #localtrain pic.twitter.com/PlbADtpVWW
— Nikita Jangale (@NikitaJangale2) October 16, 2022
વાયરલ ક્લિપમાં, એક છોકરો ભીડભાડવાળી ટ્રેન(Crowded train) ના ડબ્બામાં જવા માટે હેન્ડ-રેસ્ટ(Hand rest) ની મદદથી તે સરળતાથી ઝૂલતો જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ પર લોકો છોકરાને દેશી સ્પાઈડરમેન(spider man) કહી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : શું તારક મહેતા- શોમાં જુના ટપ્પુની થશે એન્ટ્રી- અભિનેતા ભવ્ય ગાંધી એ આ વાત પરથી ઉચક્યો પડદો
આ વાયરલ થઈ રહેલો વીડિયો એક યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આ ક્લિપમાં ઘણા લોકો ટ્રેનના ફ્લોર પર સુતેલા જોઈ શકાય છે. ભીડવાળા ડબ્બાને પાર કરવા માટે, છોકરો હેન્ડ-રેસ્ટની મદદથી આગળ વધતો જોવા મળે છે. છોકરાનો જુગાડ સાથી મુસાફરોને પણ આશ્ચર્યચકિત કરે છે.
Join Our WhatsApp Community