ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
મુંબઈ શહેરમાં વેક્સિનેશન વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકા હવે નવા પગલા લઈ રહ્યું છે. આ કડીમાં મુંબઈ મહાનગરપાલિકા રેલવે સ્ટેશનની બહાર રાત્રિના સમયે વેક્સિનેશન કેમ્પ કરશે. એટલે કે રેલવે સ્ટેશનની બહાર સ્થાયી સ્વરૂપે વેક્સિનેશન નો સ્ટાફ હાજર રહેશે. આ વેક્સિનેશન રાત્રે 11:00 સુધી ચાલુ રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે જે કોઈ વ્યક્તિ મોડી રાત્રે નોકરી પરથી પરત આવી રહી હોય તે વ્યક્તિ સમયસર વેક્સિનેશન લઈ શકતી નથી આથી આવા લોકોને સુવિધા પૂરી પાડવા ના ઇરાદાથી મુંબઈ મહાનગરપાલિકાએ આ પગલું લીધું છે.
ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશનની બહાર આ પ્રકારના કેમ્પ ને કારણે મુંબઈવાસીઓને ઘણો લાભ થશે.
અમેરીકા નહીં પરંતુ આ ઇસ્લામિક દેશ માં બની વિશ્વ નો પહેલો ૧૦૦ ટકા પેપરલેસ સરકાર. જાણો વિગતે