ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આજે સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે મુંબઈમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે.
આ દરોડામાં મુંબઈ એરપોર્ટ પરથી MD ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ મળી આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે તે મુજબ ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યું હતું.
આ કાર્યવાહીમાં એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં NCBની ટીમ વધુ તપાસ કરી રહી છે.