ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ 2021
મંગળવાર
છેલ્લા અમુક દિવસ થી દહીસર વિસ્તારની પરિસ્થિતિ સતત બગડી રહી છે. અહીં દૈનિક ૨૦૦થી ૨૫૦ જેટલા કોરોના ના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દહીસર વિસ્તારમાં હાલ ૧૨ પ્રતિબંધિત ક્ષેત્ર છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી કરતા ઇમારતોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. અશોક વન, આઈ સી કોલોની, શાસ્ત્રી નગર અને આનંદ નગર એ સૌથી સંવેદનશીલ વિભાગ બની ગયો છે. જોકે વસ્તુ સ્થિતિ એવી છે કે દહીસર માં જેટલા દર્દીઓ મળી રહ્યા છે તેમાંથી અધિકાંશ ને કોરોના ના લક્ષણો નથી અથવા માત્ર સૌમ્ય લક્ષણો છે. આને કારણે લોકોને હોમ કોરન્ટીન કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આવનાર દિવસમાં પરિસ્થિતિ સુધરે છે કે બગડે છે.
દહીસર પૂર્વમાં રેલવે સ્ટેશન ની પાસે રોજ સાંજે જે પ્રકારે ગિરદી જામે છે તેને કારણે કોરોના ઝડપથી ફેલાતો હોવાનું અનુમાન છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.