ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર
મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. આજે પણ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 5,556 નવા કોરોના કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા દર્દીઓની સરખામણીએ સ્વસ્થ થનારા દર્દીઓ વધતા વહીવટીતંત્ર અને નાગરિકોને થોડી રાહતનો શ્વાસ લીધો છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5,556 નવા કોરોના કેસ નોંધાયા છે અને 12 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,005,818 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,469 થઈ ગયો છે. આ દરમિયાન 15,551 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 9,35,934 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન રિકવર થવાનું પ્રમાણ વધીને 93 ટકા થયું છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 55 દિવસ થયો છે.
મુંબઈમાં સોમવારે 47,574 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 5,556 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 479 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. 38 હજાર 140 બેડમાંથી માત્ર 5 હજાર 628 બેડનો ઉપયોગ થયો છે.