ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈના દહીસર વિસ્તારમાં 29 ડિસેમ્બર એટલે કે બુધવારના દિવસે બપોરે ત્રણ વાગે બેંક રોબરી ની ઘટના થઈ છે. બે અજાણ્યા શખ્સોએ દહીસર પશ્ચિમ માં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા પર લૂંટના ઇરાદે હથિયાર સાથે હુમલો કર્યો હતો. આશરે બપોરે ત્રણ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ બંદુકની અણીએ પૈસા લૂંટવાનો પ્રયત્ન કર્યો. જ્યારે લૂંટારાઓનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફાયરિંગ કર્યું જેમાં એક બેંક કર્મચારી નું ઘટના સ્થળ પર મૃત્યુ થયું છે. જ્યારે કે અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ છે. આ ઘટના એમ.એચ.બી પોલીસ સ્ટેશનની હદમાં થઈ છે. ઘટના બાદ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર ધસી ગયા હતા તેમજ અત્યારે કુલ આઠ ટીમો બનાવવામાં આવી છે જે હુમલાખોરોને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે. આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે અધિકૃત રીતે કોઈ જાતની માહિતી આપી નથી. તેમજ સમાચાર લખાતા સુધી તપાસ ચાલુ છે.