ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
1958 રિલિઝ થયેલી ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’નું પ્રખ્યાત ‘ગીત બાબુ સમજો ઇશારે’ જે ગાર્ડનમાં શુટ કરવામાં આવ્યું હતું, ત્યાં આજે મેટ્રો-3 માટે બિલ્ડિંગ ઊભી કરી નાખવામાં આવી છે, તેને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. ચર્ચગેટમાં મોટા પાયા પર મેટ્રો લાઈનનું કામ ચાલી રહ્યું છે. અહીં સર્ક્યુલર ગાર્ડન આવેલું છે. બહુ જૂના ગણાતા આ ગાર્ડન પર પ્રસ્તાવિત મેટ્રો સ્ટેશન માટેની બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ ગાર્ડનનો અને આજુબાજુનો આખો બેલ્ટ હરિયાળો હતો અને હવે ગાર્ડન પર બિલ્ડિગ ઊભી થઈ જતાં આખો ગ્રીન બેલ્ટ ગાયબ થઈ ગયો છે, તેને કારણે ચર્ચગેટના સ્થાનિક રહેવાસીઓમા ભારે નારાજગી વ્યાપી ગઈ છે. મેટ્રો પ્રશાસન દ્વારા શરૂઆતમાં અહીં બાંધકામ કરવાનું ચાલુ કરવામાં આવ્યું ત્યારે તેઓ તાત્પૂરતા સમય પૂરતું અહીં સામાન મૂકવા માટે બાંધકામ કરી રહ્યા હોવાનું કહ્યું હતું. બાદમાં જોકે આખી ઈમારત ઊભી થવા માંડતા સ્થાનિક રહેવાસીઓએ મેટ્રો પ્રશાસનને આ સંદર્ભમાં સવાલ પણ કર્યા હતા. નરીમન પોઇન્ટ ચર્ચગેટ સીટીઝન વેલફેર ટ્રસ્ટના કહેવા મુજબ મેટ્રોના આ બાંધકામને કારણે મરીન ડ્રાઈવની એર તરફ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટની સાથે જ ઓવેલ મેદાનને નુકસાન થયું છે. આ બાંધકામને 2018માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું હતું.
કંગના રાણાવતના આઝાદી ઉપરના વિવાદાસ્પદ નિવેદનને આ પીઢ અભિનેતાએ આપ્યો ટેકો; સમર્થનમાં આવું કહ્યું