ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
જેમ જેમ 15 તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ મુંબઈવાસીઓને ના દિલની ધડકન તેજ થઇ રહી છે. લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું મુંબઈમાં લોકડાઉન સમાપ્ત થશે? હવે આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ ફોડ પાડ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણી એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં આવ્યો છે. પરંતુ મુંબઈ શહેરની આસપાસના વિસ્તારની પરિસ્થિતિ શું છે તેના પર આધારિત રહેશે કે મુંબઈમાં લોકડાઉન ચાલુ રાખવું કે બંધ કરવું.
હવે આ રાજ્યમાં મહારાષ્ટ્રથી આવનારાઓ માટે નો એન્ટ્રી.
આનો અર્થ એવો થાય છે કે મુંબઈની આજુબાજુમાં આવેલા જિલ્લાઓ જેવા કે થાણા, પાલઘર, નવી મુંબઈ, નાસિક, રાયગઢ આવા વિસ્તારોમાં કોરોના ની શું પરિસ્થિતિ છે તેના પર મુંબઈ શહેરના લોકડાઉન નો મદાર છે.
મહાનગર પાલિકાનું માનવું છે કે જો આસપાસના વિસ્તારમાં પરિસ્થિતિ ખરાબ હોય તો ત્યાંના લોકો ઝડપભેર મુંબઈ આવી જશે અને મુંબઈની સ્થિતિ પણ ખરાબ થઈ જશે.
હવે આ સમગ્ર વિષય સંદર્ભે છેલ્લો નિર્ણય રાજ્ય સરકાર લેશે.