ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં વધી રહેલા કોરોના ના કેસ ને કારણે. મહારાષ્ટ્ર સરકાર તેમજ પાલિકા પ્રશાસન ખૂબ જ ચિંતિત છે. આ સંદર્ભે જાણકારી મેળવવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બેઠક કરી હતી. આ બેઠકમાં મુંબઈ સહિત આખા રાજ્યની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
મુંબઈ શહેર માટે વિશેષ દિશાનિર્દેશ બનાવવામાં આવ્યા છે. તે મુજબ હવે રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર સાદા કપડા માં પોલીસ વિભાગ તેમજ સ્પેશિયલ ડ્રાઇવ ના કર્મચારીઓ મોજુદ રહેશે. આ તમામ લોકો માસ્ક ન પહેરનારાઓ, પરવાનગી વગર સફર કરનારાઓ, સુરક્ષિત અંતર ન જાળવનાર, ગંદકી ફેલાવનાર તેમજ અન્ય કાયદાનો ભંગ કરનાર લોકોને દંડિત કરશે.
