News Continuous Bureau | Mumbai
મુંબઈગરા(Mumbaikars)ઓ માટે મહત્વના સમાચાર છે. મુંબઈ(Mumbai)માં આવતી કાલે (રવિવાર, 7 ઓગસ્ટ) મધ્ય અને હાર્બર રેલવે લાઈનો પર મેગા બ્લોક છે. તેથી, જો તમે આવતીકાલે મુંબઈમાં લોકલ મુસાફરી(local train) કરવા જઈ રહ્યા છો, તો બદલાયેલ ટ્રેન શેડ્યૂલને જાણીને જ મુસાફરી કરો.
ઉપનગરીય રેલવે લાઇન પરના ટ્રેક રિપેર કરવા તેમજ સિગ્નલ સિસ્ટમમાં કેટલીક ટેકનીકલ કામગીરી હાથ ધરવા માટે મેગા બ્લોક(mega block) લેવામાં આવશે. મધ્ય રેલવેની માટુંગાથી મુલુંડ અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર અને પનવેલ-વાશી અપ અને ડાઉન લાઇન પર હાર્બર લાઈન પર મેગા બ્લોક લેવામાં આવશે. પશ્ચિમ રેલવે પર વસઈ રોડ યાર્ડની અપ અને ડાઉન દિવા લાઇન પર આજે રાત્રિના સમયે જમ્બો બ્લોક લેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈમાં રઘુલીલા મોલ પાસે બનશે નવો ટ્રાફિક બ્રિજ- ટેન્ડર બહાર પડ્યું
મધ્ય રેલવે પર માટુંગા – મુલુંડ અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર સવારે 11.05 થી સાંજે 4.05 સુધી મેગા બ્લોક રહેશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.25 થી બપોરે 3.35 દરમિયાન ઉપડતી ડાઉન એક્સપ્રેસ સેવાઓને માટુંગા ખાતે ધીમા રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. તેમજ માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે તેમના સંબંધિત સમયપત્રક મુજબ સ્ટોપ હશે. થાણેથી આગળની એક્સપ્રેસ ટ્રેનોને મુલુંડની ડાઉન એક્સપ્રેસ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી ગંતવ્ય સ્થાને પહોંચશે.
સવારે 10.50 થી બપોરે 3.46 વાગ્યા સુધી થાણેથી ઉપડનારી અપ ફાસ્ટ સેવાઓને મુલુંડ ખાતે અપ સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. તેમજ મુલુંડ અને માટુંગા સ્ટેશનો વચ્ચે તેમના સંબંધિત સમયપત્રક મુજબ સ્ટોપ હશે. આગળ માટુંગાથી એક્સપ્રેસ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી ગંતવ્ય સ્થાને પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : સોમવારથી વેસ્ટર્ન રેલવેમાં ઠંડા ઠંડા કૂલ કૂલ- એસી લોકલના આઠ ફેરા વધશે- જાણો ટાઈમ ટેબલ અહીં
હાર્બર રેલવે પર પનવેલ-વાશી અપ અને ડાઉન હાર્બર રૂટ પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. જોકે આ મેગા બ્લોક બેલાપુર/નેરુલ-ખારકોપર લાઇનને બાદ કરતાં હશે. સવારે 10.30 થી બપોરે 3.49 વાગ્યા સુધી પનવેલથી ઉપડતી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ સુધીના અપ હાર્બર રૂટ પરની ટ્રેનો અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ/બેલાપુર જવાના ડાઉન હાર્બર રૂટ પર સવારે 9.45 થી બપોરે 3.12 વાગ્યા સુધીની ટ્રેનો રદ્દ રહેશે.
સવારે 11.02 વાગ્યાથી બપોરે 3.53 વાગ્યા સુધી પનવેલથી ઉપડતી અપ ટ્રાન્સહાર્બર રૂટ ટ્રેનો અને થાણેથી થાણે જતી ડાઉન ટ્રાન્સહાર્બર રૂટની ટ્રેનો સવારે 10.01 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી રદ્દ રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ – વાશી વિભાગમાં વિશેષ લોકલ દોડશે. ટ્રાન્સહાર્બર લાઇન ટ્રેનો પણ થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ઉપલબ્ધ રહેશે. બેલાપુર/નેરુલ-ખારકોપર રૂટ પર પણ સેવાઓ ઉપલબ્ધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર- હવે વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઈન માટે અલગ પાસ નહીં કઢાવવો પડે- આ છે યોજના
વેસ્ટર્ન રેલવે દ્વારા આજે રાતે 00.15 કલાકથી 03.15 કલાક સુધી વસઈ રોડ યાર્ડની અપ અને ડાઉન દિવા લાઇન પર ત્રણ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે. આથી, રવિવાર, 7મી ઓગસ્ટ, 2022ના રોજ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર કોઈ દિવસ બ્લોક રહેશે નહીં.