ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈના ગોવંડીના શિવાજીનગરમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેમાં હોસ્પિટલમાં 17 વર્ષની સફાઈનું કામ કરનારી યુવતીએ બે વર્ષની બાળકીને ખોટું ઇન્જેક્શન આપતા તેનું મૃત્યુ થયું છે.
મૃતકની ઓળખ તહ આઝમ ખાન તરીકે થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે બે વર્ષની બાળકીને તાહાને નર્સિંગ હોમમાં 17 વર્ષની સફાઈ કર્મચારીએ ઇન્જેક્શન આપ્યું હતું. પોલીસે ડોક્ટર અને નર્સિંગ હોમના માલિક સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધ્યો છે.
ગોવંડીના બૈગનવાડી વિસ્તારના તાહ ખાનને તેના માતા-પિતાએ 12 જાન્યુઆરીએ નૂર હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીને ઉલ્ટી અને ઝાડા થઈ રહ્યા હતા. બીજા દિવસે તેની તબિયતમાં સુધારો થયો હતો. તે જ હોસ્પિટલમાં 16 વર્ષીય દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરે તેને દવા અને ઈન્જેક્શન કયું આપવાનું તે નર્સને જણાવ્યું હતું. ઈન્જેક્શન કોણ આપશે તે મુદ્દા પર બે નર્સો વચ્ચે બોલાચાલી બાદ એક નર્સે સફાઈ કરનારી છોકરીને ઇન્જેક્શન આપવા કહ્યું હતું. આ યુવતીએ 16 વર્ષના દર્દીને ઈન્જેક્શન આપવાને બદલે બે વર્ષની બાળકીને આપી દીધું હતું, તેને પગલે તે બાળકીનું મોત નીપજ્યું હતું.
મુંબઈગરા બગીચામાં ફરવા તૈયાર રહેજો, ઉદ્યાન, મેદાનોને લઈને પાલિકાની આ છે યોજના; જાણો વિગત
આ બનાવની જાણ શિવાજીનગર પોલીસ સ્ટેશનને કરવામાં આવતી હતી. છોકરાને જે ઈન્જેક્શન આપવાનું હતું તેનું સેમ્પલ તપાસ માટે મોકલી દીધું હતું. શિવાજીનગર પોલીસે હોસ્પિટલના માલિક, ડાયરેક્ટર, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર, નર્સ અને સફાઈ કર્મચારી યુવતી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.