News Continuous Bureau | Mumbai
થાણે શહેર(Thane city) 1 જૂન એટલે કે આવતીકાલે(tommorrow) રોજ 24 કલાક પાણી પુરવઠો(water cut) બંધ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન(Muncipal corporation) દ્વારા જારી કરવામાં આવેલી જાહેરાત મુજબ, વરસાદ પહેલાં STEM ઓથોરિટી દ્વારા વિવિધ સમારકામ(reparing work)નું કામ ધરવામાં આવનાર છે. આ હેઠળ, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન(Thane Municipal Corporation) પાણીની પાઇપલાઇન(water pipeline)માં કલ્યાણ ફાટા ભીવંડી એનએચ-4 પર લીકેજ રીપેરીંગ કામ(leakage reparing work), ટેમઘર સબ સ્ટેશન(Temghar sub station) ખાતે તાકીદનું કામ, ટેમઘર જળ શુદ્ધિકરણ કેન્દ્ર ખાતે પાણીની પાઈપલાઈન પર જળમાપક લગાવવું, ટેમઘર જળ શુદ્ધિકરણ કેન્દ્રના સેન્ડ ફિલ્ટરનું સમારકામ, બાપ ગામ પાસે પાણીની પાઈપલાઈનને જોડવાની કામગીરી. આ તમામ કામના કારણે 1લી જૂન(1 june) ના રોજ સવારે 9 વાગ્યાથી 2જી જૂન ગુરુવારના રોજ સવારે 9 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે.
પરિણામે બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી ઘોડબંદર રોડ, પાટલીપાડા, હિરાનંદાની એસ્ટેટ, સમતાનગર, ગાંધીનગર, સિદ્ધાંચલ, આકૃતિ, સિદ્ધેશ્વર, જોન્સન, ઇટરનિટી, યુનિવર્સ, વિજયનગરી, ગાયમુખ, બાલકુમ, કોલશેત, આઝાદનગર, રિતુ પાર્ક, સાકેત, રુસ્તમજી, ઈન્દિરાનગર, લોકમાન્યનગર, શ્રીનગર, ડિફેન્સ કોલોની, યેઉર, વિઠ્ઠલ ક્રિડા મંડળ, સુરકુરપાડા, કલવા અને મુંબ્રાના કેટલાક ભાગોમાં 24 કલાક પાણી બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : હચમચાવી નાંખનારી ઘટના- મહારાષ્ટ્ર્ના આ જિલ્લામાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ પોતાના 6 સંતાનોને કૂવામાં ફેંક્યા -તમામના મોત
આ સાથે આગામી બે દિવસ સુધી આ પરિસરમાં પાણીનું દબાણ ઓછું રહેશે. નગરપાલિકા પ્રશાસને લોકોને પાણીનો સંગ્રહ કરીને સહકાર આપવા અપીલ કરી છે.