ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021.
ગુરુવાર.
ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં, મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે.
દક્ષિણ આંદામાન સમુદ્ર વિસ્તારમાં હવાનું હળવું દબાણ નિર્માણ થયા બાદ હવે અરબી સમુદ્રમાં આવું વાતાવરણ સર્જાયું છે
આવા બદલાયેલ કુદરતી પરિબળો ને પગલે આગામી પાંચ દિવસ મુંબઈ અને કોંકણ સહિત રાજ્યના મરાઠવાડામાં અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મુંબઈ સહિત પુણે, થાણે, નાશિક, પાલઘર, અહમદનગર, સોલાપુર, સાંગલી, સાતારા, કોલ્હાપુર, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ સહિતના ૧૩ જિલ્લામાં યલો અલર્ટ જારી કરવામાં આવી છે જે આગામી પાંચ દિવસ સુધી કાયમ રહેશે.
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની હવાની ગુણવત્તા ‘નબળી’ શ્રેણીમાં હોવાથી વરસાદ આવકારદાયક અને આશ્ચર્યજનક છે.
જોકે નિષ્ણાતોનું કહેવું છે કે હવાની ગુણવત્તામાં બગાડનું મુખ્ય કારણ ધીમા પવનો છે.