News Continuous Bureau | Mumbai
વાર્તાના ચાહકો અને સાહિત્યકારો તથા બાળકોને ગુજરાતી ભાષા તરફ આકર્ષવા માટે કાંદિવલીની બાલભારતી શાળા દ્વારા એક અનોખી કરવામાં આવી છે.
આ કાર્યક્રમ આવતીકાલે એટલે કે ૨૬મી માર્ચ શનિવારના રોજ સાંજે સાત વાગે કાંદિવલી પશ્ચિમના એસ.વી. રોડ ખાતે આવેલ બાલભારતી શાળામાં ચાર ટૂકીવાર્તાઓનાં પઠન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યકમમાં જાણીતા વાર્તાકારો કેતન મિસ્ત્રી, અનિલ રાવલ, મમતા પટેલ અને શૈલા શાહ પોતાની મૌલિક વાર્તા રજૂ કરશે. સોનામાં સુગંધ ભળે એમ, મમતા પટેલ અને શૈલા શાહની વાર્તાની સમીક્ષા જાણીતા વાર્તાકાર નીલા સંઘવી કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મમતા પટેલ કરશે.
વાર્તાના ઉત્સવ જેવા આ કાર્યક્રમમાં વાર્તા રસિકોની ઉપસ્થિતિ એ ઉત્સવના મહત્વના અંગ સમાન છે. વાર્તા રસિકો માટે આ જાહેર આમંત્રણ છે.
આ સમાચાર પણ વાંચો : કોના પૈસાની હોળી? 5 રાજ્યોની ચુટણીને કારણે ફ્યુઅલ ભાવ સ્થગિત રખાતા ઓઇલ કંપનીઓને આટલા હજાર કરોડનો ફટકો.
વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો…
હેમંત કારિયા. ૯૮૨૧૧૯૬૯૭૩
હેમાંગ તન્ના. ૯૮૨૦૮૧૯૮૨૪