Site icon

ગુજરાતી શાળામાં ભણેલી આ વિદ્યાર્થિનીની ગર્વ લેવા જેવી સિદ્ધી; ડિપ્લોમેટ ઓફ ઇન્ડિયન બોર્ડ ઓફ પ્રોથોડોંટીક્સની પદવી મેળવનાર પ્રથમ મહિલા બની

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

માતૃભાષાના માધ્યમમાં ભણી એક વિદ્યાર્થિનીએ આજે અનેક સફળતાના શિખરો સર કરી પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કારકિર્દી ઘડી છે. આ વાત છે ઘાટકોપરની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડૉ. અનિતા ગાલા દોશીની જે આજે અત્યંત સફળ પ્રોસ્થોડોન્ટીસ્ટ અને ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ છે.

ડૉ. અનિતાએ ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. બી.ડી.એસ. (ડેન્ટીસ્ટ) અને ત્યારબાદ એમ.ડી.એસ. (માસ્ટર્સ ઈન સર્જરી-પ્રોસ્થોડોન્ટીસ્ટ) કર્યું છે. હવે પોતાના વિષય પ્રત્યેની ડૉ.અનિતાની લગન અને મહેનત આજે રંગ લાવી છે. ડૉ.અનિતા પ્રથમ મહિલા છે, જેમણે ડિપ્લોમેટ ઓફ ઇન્ડિયન બોર્ડ ઓફ પ્રોથોડોંટીક્સની પદવી મેળવી છે. તેણીના ૨૫થી પણ વધુ રીસર્ચ પેપર ઈન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા છે. તેણીને દેશ વિદેશના અનેક પારિતોષિકો પણ મળ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો આજના નવા આંકડા

હાલ ડૉ. અનીતા ઘાટકોપરમાં પોતાનું ડેન્ટાહેલ્થ’ ક્લિનિક ચલાવે છે, જે ઈમ્પ્લાન્ટમાં અગ્રેસર છે. આ ક્લિનિક એક ખાસિયત એ પણ છે કે તનું સંચાલન સંપૂર્ણપણે મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. તેણીએ ઈમ્પ્લાન્ટોલોજીમાં આગળ વધતાં ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ઓફ મ્યુનિક (જર્મની)માં કોર્ટીકોબેસલ ઈમ્પ્લાન્ટોલોજીમાં માસ્ટરી મેળવી છે અને હવે તે તેની સર્ટીફાઈડ પ્રશિક્ષક પણ છે.

ન્યુઝ કંટીન્યૂઝ સાથે વાત કરતા ડૉ. અનીતાએ જણાવ્યું કે “ભાષા તો અભિવ્યક્તિનું માધ્યમ છે, તેમાં સારું ખરાબ, ઊંચ-નીચ કંઈ નથી. નોલેજ ભાષા કરતા પણ વધુ અગત્યનું છે” તેમણે વધુમાં કહ્યું હતું કે શાળામાં તેમને ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ખૂબ પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવતું હતું, જેમ કે વકૃત્વ સપર્ધા, યોગા વગેરે આજે તેનું ફળ દેખાઈ રહ્યું છે. તેણી આજે અનેક દેશોમાં જેમ કે રશિયા, મોન્ટેનીગ્રા, બેલગ્રેડ વગેરેમાં લેક્ચર આપે છે અને તેમના આ લેકચરનું ત્યાની ભાષામાં ભાષાંતર પણ કરવામાં આવે છે.

શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો…

ઉલ્લેખનીય છે કે માતૃભાષાના માધ્યમમાં ભણીને ડૉ. અનીતાએ આ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે. તેથી માતૃભાષાના મધ્યમમાં બાળક પાછળ રહી જાય છે, તે વાત સદંતર ખોટી પુરવાર થાય છે.

Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Jharukho : આવતીકાલે શનિવારે બોરીવલીમાં ‘ઝરૂખો ‘માં ‘ શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ
Organ Donation : “વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન
Exit mobile version