News Continuous Bureau | Mumbai
9 સપ્ટેમ્બર, 2023ના બોરિવલી સ્થિત રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બેન્ક્વેટ હોલ ખાતે મુંબઈ ગુજરાતી પત્રકાર સંધની ( Mumbai Gujarati Patrakar Sangh ) વાર્ષિક સભા (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે ( Mayur Parikh ) જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સંઘના પ્રમુખની સાથે આઠ કમિટી મેમ્બરની ચૂંટણી 4 સપ્ટેમ્બરે ચોજવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રમુખ પદ માટે માત્ર વિપુલ વૈદ્યે ફોર્મ ભર્યું હતું જ્યારે કમિટી મેમ્બર્સ માટે આઠ જણે જ ઉમેદવારી નોંધાવતા તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
આજે યોજાયેલી એજીએમમાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે ચૂંટાઈ આવેલા સભ્યોના ( new executive ) નામની જાહેરાત ( Announcement ) કરી હતી. જ્યારે સંઘના નવનિર્વાચિત પ્રમુખે હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. વર્ષ 2023-25 માટેની નવી કારોબારીમાં વિપુલ વૈદ્ય (મુંબઈ સમાચાર) – પ્રમુખ પી. સી. કાપડિયા (ફિલ્મી ઍક્શન) – ઉપ પ્રમુખ, કુનેશ દવે (ગુજરાત સમાચાર) – સેક્રેટરી, નિમેશ દવે (ગુજરાતી મિડ-ડે) જોઇન્ટ સેક્રેટરી, સપના દેસાઈ (મુંબઈ સમાચાર) – ખજાનચીનો સમાવેશ થાય છે. જ્યારે કમિટીના સભ્ય તરીકે સંજય વી. શાહ (માંગરોળ મલ્ટી મીડિયા), ધીરજ રાઠોડ (ગુજરાત સમાચાર), યોગેશ પટેલ (મુંબઈ સમાચાર) અને વૈશાલી ઠકકર (ગુજરાત સમાચાર)નો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local : મોતને ખુલ્લું આમંત્રણ! ચાલતી ટ્રેનના દરવાજે લટકીને યુવકે કર્યો ખતરનાક સ્ટંટ! જુઓ વાયરલ વિડીયો..
મુંબઈ ગુજરાતી પત્રકાર ( Journalists ) સંઘની એજીએમના આયોજન માટે રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બેન્ક્વેટ અને ભોજનની વ્યવસ્થા પંકજ કોટેચા દ્વારા કરવામાં આવી હતી.