News Continuous Bureau | Mumbai
Ayushman Bhava Campaign: ‘આયુષ્માન ભવઃ’ ( Ayushman Bhava ) કાર્યક્રમ અંતર્ગત સુરત ( Surat ) જિલ્લાના ઓલપાડ તાલુકાના ( olpad taluka ) સાંધીયેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પ ( Blood Camp ) યોજાયો હતો. જેમાં સાંધીયેરગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી તેમજ મેડિકલ ઓફિસરશ્રી PHC સાંધીયેર પ્રથમ રક્તદાન ( blood donation ) કરી કાર્યક્રમ નો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામજનો તેમજ PHC સાંધીયેરના સ્ટાફે રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી જેમાં ૪૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લામાં સિકલ સેલના દર્દી અને ગર્ભવતી મહિલાને વારંવાર લોહીની જરૂરિયાત પડતી હોય છે તેથી સુરતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આવા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Blood camp was held under the ‘Ayushman Bhava’ program at Sandhiyer Primary Health Center of olpad taluka.
ગ્રામ સમુદાયમાં આરોગ્ય જાગૃત્તિ અર્થે તા.૦૨ જી ઓકટોબર સુધી યોજાશે ‘આયુષ્માન ભવઃ અભિયાન
આયુષ્માન ભવઃ અભિયાન’ અંતર્ગત તા.૦૨ જી ઓકટોબર,૨૦૨૩ ના રોજ ગ્રામ્ય વિસ્તારો માટે ગ્રામ્ય સ્તરની ગ્રામસભા અને વિવિધ આરોગ્ય સંભાળ માટે જાગૃત્તિ વધારવા માટે ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ(VHSNC))/શહેરી સ્થાનિક સંસ્થાની આગેવાની હેઠળ શહેરી વિસ્તારો માટે આયુષ્માન સભા યોજાશે. જેમાં આયુષ્માન સભા થકી ગ્રામ્ય કક્ષાએ VHSNCની બેઠકો દ્વારા પ્રચાર- પ્રસાર કરી પી.એમ.જે.એ.વાય. કાર્ડની ઉપયોગિતા અને વિતરણ, આભા કાર્ડ બનાવવા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા બિનચેપી રોગો અને ક્ષય, રકતપિત, રોગોનું નિર્મુલન વિગરે જેવા રોગો, પ્રજનન અને બાળ આરોગ્યને લગતા પ્રશ્નો, રસીકરણ, સ્વચ્છતા પોષણ, એનીમિયા, સિકલસેલ, કુટુંબ કલ્યાણ વગેરે અંગે સમુદાયમાં જાગૃત્તિ ફેલાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.

Blood camp was held under the ‘Ayushman Bhava’ program at Sandhiyer Primary Health Center of olpad taluka.
આ સમાચાર પણ વાંચો : Mumbai Mantralaya News: શિક્ષકની ભરતી માટે યુવાનોનો મંત્રાલયમાં વિરોધ, સુરક્ષા જાળમાં ઝંપલાવ્યું.. જુઓ વિડીયો