News Continuous Bureau | Mumbai
Ghatkopar : શતાબ્દી મહોત્સવની ભવ્ય યાત્રા
‘આશા માતૃભાષાની, ગાથા સો વર્ષની’ ધમાકેદાર ઉત્સાહભેર ઉજવણી.
માતૃભાષાનાં ( Mother Tongue ) ભણતરના દસ ગુણ દસ રથ.
૯૦૦ સહભાગીઓ સાથેની ભવ્ય ગૌરવશાળી શોભાયાત્રા.
શ્રી પંડિત રત્નચંદ્રજી મહારાજની અસીમ કૃપાથી ઈ.સ.૨૦૨૪ માં સ્થપાયેલી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા હાલ ( SPRJ Kanyashala Trust ) ‘શતાબ્દી મહોત્સવ’ ( Centenary Festival ) ઉજવી રહી છે. આમ તો સૌ જાણે જ છે કે, ‘માતૃભાષા જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ છે.’ પરંતુ આધુનિક યુગની દોડમાં લોકો અનુકરણને વધુ મહત્વ આપતા થઈ ગયા છે. વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ( Narendra Modi ) એ માતૃભાષાના શિક્ષણ પર ભાર આપ્યો છે. બાળકને માતૃભાષામાં શિક્ષણ આપી ભવિષ્યનો વધુ સફળ નાગરિક બનાવી શકાય છે. અને એટલે જ હવે શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા અને મુંબઈ ગુજરાતી સંગઠનના ( Mumbai Gujarati Association ) સંયુક્ત ઉપક્રમે ત્રીજી ફેબ્રુઆરી શનિવારના રોજ ‘આશા માતૃભાષાની, ગાથા સો વર્ષની’ આ થીમ પર સવારે 8:00 વાગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શતાબ્દી યાત્રાની ઘણાં દિવસોથી પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી. જેમાં શાળાના બાળમંદિર, પ્રાથમિક, માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેનો, માધ્યમિક વિભાગના આચાર્યા શ્રીમતી નંદા બહેન ઠક્કર પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી રીટા બહેન રામેકર તેમજ મુંબઈ ગુજરાતી સંગઠનના શ્રી ભાવેશભાઈ મહેતા અને તેમની યુવા ટીમ જોડાયેલી હતી.

Centenary celebrations in this Gujarati girls’ school in Ghatkopar with great enthusiasm, see pictures
આ શતાબ્દી યાત્રાની વિશાળ રેલીમાં સતત ગુજરાતીને ટકાવી રાખવા મથી રહેતા અથાગ મહેનત કરતા મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી મીનાબહેન ખેતાણી, ટ્રસ્ટી શ્રીમતી બીજલબહેન દોશી, ટ્રસ્ટી શ્રી અભયભાઈ ખેતાણી, ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ વોરાએ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. કમિટીના સભ્ય ભૂપેન્દ્રભાઈ દોશી પણ યાત્રામાં સહભાગી થયા હતા. ક જ સોમૈયા કલા અને વાણિજ્ય કોલેજના ડૉ. પ્રીતિબેન દવે, તેમજ ગુજરાતી માધ્યમની શાળા , મુલુંડની નવભારત નૂતન વિદ્યાલય, ઘાટકોપરની શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, વી સી ગુરુકુળ શાળા, એસ કે સોમૈયા શાળા તેમજ રામજી આસર વિદ્યાલયના આચાર્યા બહેનો તેમજ શિક્ષિકા બહેનો પોતાની શાળાના વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત હતાં. પી.એન. દોશી વિમેન્સ કોલેજના આચાર્યા શ્રીમતી આશાબહેન મેનન, એનસીસીના વોલિન્ટીયર્સ, ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ, વાલીઓ , માતૃભાષા પ્રેમીઓ સૌ કોઈ હાજર હતાં.
આ શોભાયાત્રા ઘાટકોપર ઈસ્ટ – વેસ્ટ રોડ, સાંઇબાબા મંદિર – સ્ટેશન રોડ, ઉપાશ્રય લેન, તિલક રોડ, ભાવેશ્વર લેન ઘાટકોપર પૂર્વના એમ.જી રોડ થઈ ફરી પાછી શાળામાં આવી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા આનંદ મેળામાં ફેરવાઈ ગઈ હતી. આ યાત્રામાં માતૃભાષાનાં માધ્યમમાં નાનપણથી જ અભ્યાસક્રમમાં ઉંમર પ્રમાણે સંસ્કારોનું સિંચન થાય છે, અને એ જીવનમાં વણાય જાય છે, એ દર્શાવવા વિવિધ અક્ષરજ્ઞાન રથ, સંબંધ જ્ઞાન રથ, ભક્તિ રથ, જીવદયા રથ, અંધશ્રદ્ધા નિર્મૂલન રથ, પ્રકૃતિ રથ, શૂરવીર રથ, દેશપ્રેમ રથ, સંસ્કૃતિ રથ, મોજમસ્તી રથ હતાં. આ રથમાં બાળમંદિરની અને પ્રાથમિક વિભાગની નાની નાની બાળાઓ સંસ્કાર, સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ પરિધાન કરીને શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. એના અનુરૂપ સ્લોગન અને ચિત્રો લગાડીને રથને શણગારવામાં આવ્યો હતો. તે રથની પાછળ ચાલતી મોટી વિદ્યાર્થિનીઓ તે રથને અનુરૂપ સ્લોગન બોલતી હતી. આ બધાં રથ અને બધાં સ્લોગનો સમાજમાં માતૃભાષામાં ભણતર, ‘બેટી બચાવવા’ માટેની જાગૃતિ લાવી સમાજનું ઉત્થાન કરવા માટેના જ હતાં. અક્ષરજ્ઞાન રથથી શરુ થયેલી આ યાત્રા મોજમસ્તી રથમાં વિરમી હતી. સ્વર અને વ્યંજનથી શરૂ થયેલું નાની બાળકીઓનું જીવન એ જ અક્ષરજ્ઞાન રથ અને ધો.૧૦ માં આવતા આવતા એ જ વિદ્યાર્થિનીઓ આજની સુસજ્જ ઇન્ટરનેશનલ શાળાને પણ ટક્કર મારે એવી માતૃભાષાવાળી શાળામાં ભણી અને શાળામાંથી વિદાય લે છે. તે દર્શાવતો રથ એટલે ‘મોજમસ્તી રથ’. જેમાં માતૃભાષાની સુસજ્જ શાળાના દર્શન રાહદારીઓ કરી શકતા હતા. જેમાં Google ક્લાસરૂમ, જીમ, સ્ટુડિયો રૂમ, ટોય લાઇબ્રેરી, સુસજ્જ પુસ્તકાલય વગેરે સુવિધાઓ શાળામાં છે.મ્યુઝિક ક્લાસ પણ છે, જેમાં વિદ્યાર્થિનીઓને ગિટાર, તબલા, કીબોર્ડ વગેરે તેમની રુચિ પ્રમાણેના વાંચિંત્રો શીખવવામાંતેમજ શાળામાં સ્પોકન ઇંગ્લિશ, સંસ્કૃત શ્લોક, વૈદિક મેથ્સ વગેરે શીખવવામાં આવે છે. આ સિવાય સ્પેશિયલ તાલીમ આપનાર સ્પોર્ટ્સના સર દ્વારા એરિયલ, જીમનેસ્ટિક, કેરમ, ચેસ, તાયકાંડો, સ્કેટિંગ, વોલીબોલ વગેરે પણ શીખવાય છે. આ બધાંના કટીંગ્સ મોજ મસ્તી રથ સાથે જોડ્યા હતા. જેથી સમાજના દરેક વર્ગના લોકો પણ તે જાણી શકે કે, માતૃભાષા શીખવતી ઘાટકોપરની એક માત્ર કન્યા શાળા, આજની સુસજ્જ ઇન્ટરનેશનલ શાળાને પણ ટક્કર મારે છે. જે ઘાટકોપરવાસીઓ માટે ગર્વ લેવા જેવી વાત છે. રસ્તે ચાલતા રાહદારીઓ આ વિશાળ યાત્રા જોઈ આનંદવિભોર બની ગયાં હતાં. આ શોભાયાત્રામાં જોડાયેલ શાળાના દરેક શિક્ષિકાબહેનોએ શોભામાં અભિવૃદ્ધિ કરે તેવો પોશાક એટલે કે, ગુજરાતીઓનું ગૌરવ કહી શકાય તેવી બાંધણી પરિધાન કરી હતી.

Centenary celebrations in this Gujarati girls’ school in Ghatkopar with great enthusiasm, see pictures
રસ્તે ચાલતા વિદ્યાર્થીઓ માટે વી.સી.ગુરુકુળ શાળા પાસે અર્હમ યુવા સેવા ગ્રુપના દાતાઓ તરફથી વિદ્યાર્થિનીઓને બિસ્કીટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વચ્ચે ગુજરાતીઓનું લોકપ્રિય નૃત્ય ગરબા પણ રમ્યાં હતાં. રામજી આસર વિદ્યાલય પાસે શ્રીમદ્ રાજચંદ્ર મિશન લવ ઍન્ડ કૅર તરફથી વિદ્યાર્થિનીઓ માટે કેકનું અને ફ્રુટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરેક ખાદ્ય પદાર્થ અને પીણાના રેપર પણ વિદ્યાર્થિનીઓએ સાથે લીધેલી બેગમાં જ નાખ્યાં હતાં. જેથી સાર્વજનિક રસ્તાઓ પર ગંદકી ના ફેલાય તેનું શિક્ષણ વિદ્યાર્થિનીઓને શાળામાંથી જ અપાઈ રહ્યું છે. જેની નોંધ રસ્તે ચાલતા રાહદારીઓએ પણ લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Paytm : રિઝર્વ બેંકના Paytm પર એક્શન બાદ યુઝર્સ મૂંઝવણમાં, શું દુકાન પર બંધ થઈ જશે પેમેન્ટ? ફાસ્ટેગનું શું થશે? જાણો તમારા દરેક સવાલોના જવાબ અહીં..
ખૂબ જ ઉત્સાહ સાથે 10:00 વાગે આ શોભાયાત્રા ફરી પાછી શાળાના પ્રાંગણમાં આવી તે સમયે મુંબઈ ગુજરાતી સંગઠનના યુવા સભ્યોએ ઢોલના તાલ સાથે દરેક વિદ્યાર્થિનીઓને મન મૂકીને ગરબાનો આનંદ લેવડાવ્યો હતો. તેવા સમયે રથ સાથે ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો અને આચાર્યા બહેનોએ તે સમયને ચિરંજીવી બનાવવા તે ક્ષણને કેમેરામાં ઝીલી રહ્યાં હતાં.
આજ સમયે મહેમાન અને વિદ્યાર્થિનીઓ શાળાના ‘ભૂરીબેન ગોળવાળા ઓડિટોરિયમ’માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય: ૪ અને ૧૩ નું રસપાન કરી રહ્યાં હતાં. જે શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની વિદ્યાર્થિનીઓ બોલી રહી હતી.
ત્યારબાદ ઓડિટોરિયમમાં બેઠેલી સર્વ વિદ્યાર્થિનીઓ ‘એકાત્મતા સ્તોત્ર’ પણ બોલી હતી. ત્યારબાદ મુંબઈ ગુજરાતી સંગઠનના શ્રી ભાવેશભાઈ મહેતા અને એમની યુવા ટીમના યુવાનોએ માતૃભાષાનો જય જય કાર કરતા સ્લોગનો બોલવડાવ્યા હતાં. અતિથિ દેવો ભવ આ ઉક્તિને સાર્થક કરતાં શાળાના આચાર્યા શ્રીમતી નંદા બહેને આંગણે આવેલા દરેક અતિથિઓનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપવાની વાત કરી હતી. આ કાર્ય દરેકના ટીમવર્કથી જ સફળ થયું છે તેમ કહી આ સહિયારું કાર્ય હતું તેવી વાત કહી હતી. આ કાર્યમાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશભાઈ મહેતાએ ઘાટકોપરની દરેક શાળાને જોડી ખૂબ જ સુંદર કાર્ય કર્યું હતું. સૌ કોઈને આનંદ મેળાનો આનંદ લઇ, શાળાના પહેલા માળે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. તે ભોજનને ન્યાય આપવાની વાત પણ કરી હતી. અતિથિઓ તો આનંદથી ખુશી વ્યક્ત કરતા ઓડિટોરિયમની બહાર ગયા અને ત્યારબાદ ઓડિટોરિયમમાં રહેલી શાળાની વિદ્યાર્થિનીઓ ગરબાના તાલે ઝૂમી ઊઠી હતી.

Centenary celebrations in this Gujarati girls’ school in Ghatkopar with great enthusiasm, see pictures
શ્રી ભાવેશભાઈની યુવા ટીમના સભ્યોએ બેનર બનાવવામાં અને સ્લોગન બનાવવામાં અથાગ પરિશ્રમ કર્યો હતો. રસ્તે ચાલતા શોભાયાત્રામાં વિદ્યાર્થિનીઓ કે વડીલો કે ચાલનાર કોઈને તકલીફ ન થાય અને રસ્તાનો ટ્રાફિક પણ વ્યવસ્થિત પસાર થઈ શકે તે માટે દાતા શ્રી જેઠાલાલ દેઢિયાની ખૂબ જ મદદ મળી હતી. કોલેજના શ્રી જોનભાઈએ પણ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું.
શાળામાં કરાયેલા ‘આનંદ મેળા’ની પણ વાત જ કંઈક જુદી હતી. ગુજરાતી શાળા, ગુજરાતી પરિધાન અને ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ એ આજના આનંદ મેળાની વિશિષ્ટતા. ગુજરાતના સૌરાષ્ટ્રના ભૂંગળા બટેટા, ખીચું , કચ્છની દાબેલી, ખાખરા ચાટ, ચણા ચાટ, અને કચ્છી બિયર એટલે કે, છાશના સ્ટોલ હતા. વેપાર કરતાં ગુજરાતીઓ માટે કહીએ તો ‘ચા’ જેવી કોઇ ‘ચાહ’ નહીં. ફરસાણ તેમજ સાડી, ડ્રેસ પીસ અને ચણિયાચોળીના સ્ટોલ પણ હતા.આ સ્ટોલ શાળાની વિદ્યાર્થિનીઓના મમ્મીઓ દ્વારા જ આયોજિત કરવામાં આવ્યાં હતાં. જે દર્શાવતું હતું કે, સ્ત્રી શક્તિશાળી છે. તે ધારે તો શું ન કરી શકે? ઈ.સ.૧૯૨૪થી ધર્મ શિક્ષણ દ્વારા શરૂ થયેલી આ નાનકડી શાળા જ્યારે વિશાળ વટવૃક્ષ બની જશે ત્યારે પાયાના પથ્થર એવા સ્વ. કોઈ ટ્રસ્ટીઓએ કલ્પના પણ નહીં કરી હોય કે, સો વર્ષે આ જ સંસ્થા ‘સ્ત્રીઓ દ્વારા,સ્ત્રીઓ સંચાલિત, સ્ત્રીઓ માટેની સંસ્થા સમાજની અગ્રણી હરોળમાં આવી જશે.

Centenary celebrations in this Gujarati girls’ school in Ghatkopar with great enthusiasm, see pictures
આ સમાચાર પણ વાંચો : Pramod Krishnam: કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીએ 1 વર્ષ સુધી મળવાનો સમય ન આપ્યો, પરંતુ PM મોદીએ..
શાળાના દરેક માળ પર શાળાની વિદ્યાર્થીનીઓ, મહેમાન, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓઅને સહયોગી સંગઠનના સભ્યો માટે સ્વાદિષ્ટ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સભાગૃહમાં રામ નામના જયકાર અને દેશભક્તિના સૂત્રો સાથે જન ગણ મન .. ગાઈ સર્વે સુંદર અવિસ્મરણીય યાદો લઈ છૂટાં પડ્યાં. આ વાત માધ્યમિક વિભાગના આચાર્યા શ્રીમતી નંદાબહેન ઠક્કર અને પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી રીટાબેન રામેકરે અમને જણાવી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.