ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
અંગ્રેજીના રંગમાં રંગાય ગયેલા આજના વાલીઓ ઘણીવાર પૂછે છે કે માતૃભાષાની શાળાઓ આજે પણ છે? તો તેનો જવાબ છે હા. મુંબઈ અને મહારાષ્ટ્રમાં આજે પણ માતૃભાષા ગુજરાતીની કુલ ૭૦થી પણ વધુ શાળાઓ છે. તો ચાલો જાણીએ આ શાળાઓ ક્યા ક્યા છે.
તળ મુંબઈમાં શહેરના પ્રવેશદ્વાર ગણાતા દહિસરથી જોઈએ તો દહિસર પૂર્વમાં જ પાંચપાંચ ગુજરાતી શાળાઓ છે. (૧) શેઠ જી.કે. અને વી. કે. નાથા હાઇસ્કૂલ (૨) સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય (૩) શ્રી એન. બી. ભરવાડ શાળા (૪) ડી. એચ. મિશ્રા ગુજરાતી શાળા (૫) માતૃછાયા ગુજરાતી શાળા જેવી શાળાઓ દહિસરમાં ગુજરાતી માધ્યમનું પ્રતિનિધિત્વ કરે છે.
બોરીવલી પૂર્વમાં પ્રવેશ કરીએ તો (૧) ગોપાલજી હેમરાજ શાળા (૨) એમ. એમ. પટેલ (જયાબહેન ખોત) શાળા અને (૩) ભારત જાતીય વિદ્યામંદિર તથા બોરીવલી પશ્ચિમમાં (૪) વી. વી. ગાલા પ્રાથમિક શાળા અને (૫) શેઠ એમ. કે. હાઈસ્કૂલ, (૬) આર. સી. પટેલ (૭) જે. બી. ખોત જેવી માધ્યમિક શાળાઓ છે.
મુંબઈનું ગોકુળિયું ગામ કહેવાતા કાંદિવલી પશ્ચિમમાં (૧) સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય! એ સિવાય (૨) શેઠ સી.વી. દાણી વિદ્યાલય (૩) બાલભારતી શાળા પણ અહીંની ગુજરાતી પ્રજામાં જાણીતું નામ છે.
મલાડ, જ્યાં પશ્ચિમમાં (૧) એન. એલ. શાળા અને (૨) જે. પી. શ્રોફ નૂતન વિદ્યાલય પ્રખ્યાત છે તો પૂર્વમાં (૩) નવજીવન (૪) વેલાણી (૫) ધનજીવાડી અને (૬) જે. ડી. ટી. હાઈસ્કુલ જેવી શાળાઓ છે.
ગોરેગાંવમાં (૧) સંસ્કારધામ, (૨) પી. ઝેડ. પટેલ વિદ્યાલય (૩) બી.જે. ગર્લ્સ તથા (૪) આઈ. બી. પટેલ જેવી શાળાઓ અને જોગેશ્વરી પૂર્વમાં (૧) સૂરજબા વિદ્યામંદિર ઘણી જ અગ્રેસર છે.
વિલેપાર્લા પશ્ચિમના વિસ્તારમાં પણ (૧) શ્રી મણિલાલ વાડીલાલ નાણાવટી (ગોકળીબાઈ), (૨) માતોશ્રી કાનબાઈ લાલબાઈ જેવી નોંધપાત્ર શાળાઓ છે.
સાંતાક્રુઝ પશ્ચિમમાં (૧) શેઠ સી. એન. હાઈસ્કુલ છે અને ખારની (૧) એમ. એમ. પ્યુપિલ્સ હાઈસ્કુલ દાદર (૧) મણીલાલ નાનાલાલ હરિચંદ ગુજરાતીનો ડંકો વગાડતી અડીખમ ઊભી તો છે.
હવે વાત કરીએ દક્ષિણ મુંબઈની જ્યાં ચર્નીરોડમાં (૧) સંસ્કાર પ્રાથમિક શાળા, (૨) અશોકા હાઈસ્કૂલ (૩) લીલાવતી લાલજી દયાળ (૪) ચંદારામજી જેવી માધ્યમિક શાળાઓ છે. તારદેવની (૧) બી. પી. કે. સહકારી શાળા, મઝગાંવમાં (૧) શ્રી આર્યસોપ વિદ્યામંદિર, ચીંચપોકલીમાં (૧) મમ્માબાઈ શાળા (૨) માતોશ્રી કુંવરબાઈ વેલજી વિદ્યામંદિર (૩) શ્રી વેલજી લખમશી નપ્પુ જેવી શાળાઓ આવેલી છે.
સાયન-માટુંગા જેવા પરાંમાં પણ (૧) એમ. પી. ભુતા સાર્વજનિક શાળા, (૨) અમુલખ અમીચંદ શાળા અને (૩) શિવાજી પાર્ક લાયન્સ પ્રાથમિક અને માધ્યમિક શાળા આજે પણ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપી રહી છે. કુર્લામાં (૧) શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલય.
હવે વાત સેન્ટ્રલ લાઈનની ઘાટકોપરમાં છ અને મુલુંડમાં ત્રણ મળીને નવ શાળાઓ તો આ બે પરામાં જ છે. ઘાટકોપરમાં (૧) કે. વી. કે. સાર્વજનિક શાળા, (૨) પી. વી. અને વી. સી. ગુરુકુળ ગુજરાતી શાળા, (૩) શેઠ ધનજી દેવજી રાષ્ટ્રીય શાળા, (૪) રામજી આસર શાળા, (૫) મુંબાદેવી મંદિર પ્રાથમિક શાળા – શ્રી પંડિત રત્નચિંતામણી જૈન કન્યાશાળા (૬) સોમૈયા ગ્રુપની શ્રી એસ. કે. સોમૈયા શાળા. સાથોસાથ, મુલુંડની (૧) નવભારત નૂતન વિદ્યાલય (૨) શેઠ મોતીપચાણ રાષ્ટ્રીય શાળા (૩) જ્ઞાનસરિતા જેવી ત્રણ શાળાઓ મુલુંડને ગુજરાતીપણાથી ગજવે છે.
કલ્યાણમાં (૧) રા. સા. ગો. ક. રા. શાળા, (૨) એમ. જે. બી. કન્યા શાળા, (૩) ગાંધી પ્રાથમિક શાળા (૪) કોન પ્રાથમિક શાળા ડોમ્બીવલીની (૧) કે. બી. વીરા શાળા (૨) શ્રીમતી પ્રમાબેન નાનજી હાઇસ્કૂલ.
એવી જ રીતે, દહિસરથી આગળ જઈએ તો ભાઈંદરમાં (૧) જે. એચ. પોદાર શાળા, (૨) અભિનવ વિદ્યામંદિર નાલાસોપારામાં (૧) કંચન હાઈસ્કુલ અને (૨) સરસ્વતી વિદ્યામંદિર (૩) સમરફિલ્ડ હાઇસ્કૂલ ગુજરાતી શાળા તથા વસઈમાં (૧) શાહ એમ. કે. હાઈસ્કુલ ૧૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે ધમધમે છે તો વિરારમાં પણ (૧) એમ. એમ. દુગ્ગડ (૨) સરસ્વતી જેવી ગુજરાતી શાળાઓ સુંદર રીતે કાર્ય કરી રહી છે.
વળી મુંબઈની બહાર જતા પૂનામાં (૧) સંઘવી કેશવલાલ મણીલાલ (૨) રતનબેન ચુનીલાલ મેહતા નાશિકમાં (૧) આર.પી. વિદ્યાલય તો થાણામાં (૧) શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ હાઈસ્કૂલ અને દહાણુમાં (૧) વકિલ મોડેલ સ્કૂલ
આ દરેકેદરેક પરામાં મહાનગર પાલિકાની શાળાઓ તો ચાલુ જ છે. માટે એ વાત અહીં ખોટી પૂરવાર થાય છે કે “મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળાઓ હવે છે જ ક્યાં?” ફક્ત આપણે ધ્યાનથી નજર માંડીએ તો દેખાય કે આપણી નજીકમાં કોઈને કોઈ ગુજરાતી શાળા તો છે જ.