News Continuous Bureau | Mumbai
Mumbai: ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત’ – એ ઉક્તિને મુંબઈમાં વસતા ગુજરાતીઓ ( Gujaratis ) સાર્થક કરી રહ્યા છે. મુંબઈ ગુજરાતી સંગઠન ( Mumbai Gujarati Association ) અને એસ. પી.આર.જૈન કન્યાશાળાના ( SPRJ Kanyashala ) યુક્ત ઉપક્રમે ગુજરાતી ભાષા ( Gujarati language ) સજ્જતા કાર્યશાળાનું આયોજન શ્રીમતી ભૂરીબહેન ગોળવાળા ઑડિટોરિયમ, ઘાટકોપર ( Ghatkopar ) – મુંબઈમાં કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતી માધ્યમની બાર શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં સામેલ થયા હતાં. આ પ્રસંગે માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાનના સંવાહક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ માર્ગદર્શન આપ્યું હતું.
મુંબઈ ગુજરાતી સંગઠનના મુખ્ય સૂત્રધાર શ્રી ભાવેશભાઈ મહેતાએ આજના માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયાનો પરિચય આપ્યો હતો. શ્રીમતી નંદાબહેન ઠક્કરે શાળા પરિવાર વતી સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, શાળાના શતાબ્દી વર્ષના પર્વે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેનો વિશેષ આનંદ છે.

‘Gujarati language proficiency’ workshop was held in Ghatkopar-Mumbai SPRJ Kanyashala
આજની કાર્યશાળામાં વિચાર પ્રેરક પ્રશ્નોત્તરી, ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ, સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રયુક્તિઓ, લેખનશુદ્ધિ વગેરે બાબતોને કેન્દ્રમાં રાખીને વિવિધ ઉદાહરણો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023, India vs Australia : શું વરસાદ મેચનો વિલન બનશે. જાણો આજનો મોસમ.
આ પ્રસંગે શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “આપ મહાનગરી મુંબઈમાં રહીને ગુજરાતી ભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે અનેકવિધ કાર્યો કરી રહ્યા છો તે ખૂબ આનંદની વાત છે. ગુજરાતીમાં શુદ્ધલેખન શીખવું ખૂબ સરળ છે. જિજ્ઞાસુ શિક્ષકો દસ કલાકનું પ્રશિક્ષણ મેળવે તો 90% ભૂલો દૂર થઈ જાય તેટલી સજ્જતા કેળવી શકે. હાસ્ય દરબાર જેવો આનંદ માણતાં માણતાં ગુજરાતી જોડણીના નિયમો, લેખનશુદ્ધિ વગેરે શીખી શકાય તેમ છે. ગુજરાતી જોડણી અઘરી છે, વ્યાકરણ શિક્ષણ કંટાળાજનક હોય વગેરે ખ્યાલો દૂર કરવાની જરૂર છે.”

‘Gujarati language proficiency’ workshop was held in Ghatkopar-Mumbai SPRJ Kanyashala
આ પ્રસંગે વિવિધ શાળાઓમાંથી આવેલાં તમામ શિક્ષકોને તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંતાક્ષરીમાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને ‘સાચી જોડણી લાગે વહાલી’ અને ‘ભાષા સજ્જતા’ પુસ્તિકાઓ શ્રી રાજેશકુમાર ધામેલિયા તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ યોજવા માટે શ્રી ભાવેશભાઈ મહેતા, શ્રીમતી નંદાબહેન, શ્રી દિલીપભાઈ દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.