માતૃભાષાના માધ્યમમાં ભણનાર વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પર જબરજસ્ત પ્રભુત્વ, સિદ્ધ કરી બતાવ્યું આ તેજસ્વી તારલાઓએ.

by kalpana Verat
gujarati medium student score good marks in english in SSC

 News Continuous Bureau | Mumbai

સમાજમાં એક મોટી ગેરસમજ છે કે માતૃભાષામાં ભણનારા અંગ્રેજીમાં નબળા રહેશે અને પરિણામે તેઓને કોલેજ અને આગળની કારકીર્તિદીમાં બધા આવશે કે તકલીફ પડશે અને એ પાછળ રહી જશે. આ ભ્રમણાને તોડી છે આપણી માતૃભાષાની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ, જેનો પોતીકી ભાષા એટલે કે માતૃભાષાનો પાયો પાક્કો એ બીજી કોઇપણ ભાષા પર પ્રભુત્વ સરળતાથી મેળવી શકે છે. એટલે આજના વાલીઓને ખાસ જણાવવાનું કે અંગ્રેજીના ખોટા હાઉ થી ડરીને બાળકોને માતૃભાષાથી અડગા ન કરો.

કોઈ એક જ શાળાની ૧૬ વિદ્યાર્થીનીઓ જ્યારે અંગ્રેજીમાં ૮૫ કે ૮૫ થી વધુ ગુણ એસ.એસ.સી. માં મેળવે અને સૌથી વધુ ગુણ  ૯૪/૧૦૦ હોય તો ગર્વ લેવું જોઈએ કે આપણી માતૃભાષામાં પણ ઉત્તમ અંગ્રેજી શીખવાડાય છે. આવું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઘાટકોપરની એસ.પી આર. જૈન કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ, આ શાળા ૨૦૨૧/૨૦૨૨ માં ઉત્તમ શાળાનો ખિતાબ જીતી છે, હવે આ જ શાળાની ૧૬ વિદ્યાર્થિનીઓએ એમાં અંગ્રેજીમાં આટલા સરસ ગુણ મેળવીને સફળતાની કલગી લગાડી છે.

આ સમાચાર પણ વાંચો:  પોરબંદર : નિરમા ફેક્ટરી અને કોલોનીમાં વર્ષોથી ફરજ બજાવતા ૬૫ થી વધુ સિક્યુરીટી ગાર્ડને છુટા કરી દેવાતા આક્રોશ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More