Gujarati Sahitya: ગુજરાતી સાહિત્યને મોટી ખોટ, મુંબઈનાં વરિષ્ઠ સાહિત્યકાર મિનાક્ષીબેન ચિતરંજન દીક્ષિતનું ૮૯ વયે દુઃખદ નિધન.

Gujarati Sahitya: મુંબઈનાં વરિષ્ઠ સાહિત્યકાર મિનાક્ષીબેન ચિતરંજન દીક્ષિતનું ૮૯ વયે દુઃખદ નિધન.

by Hiral Meria
A big loss to Gujarati Sahitya , the tragic death of Mumbai's senior writer Minakshiben Chitaranjan Dixit at the age of 89.

News Continuous Bureau | Mumbai

 Gujarati Sahitya: મુંબઈનાં વરિષ્ઠ સાહિત્યકાર મિનાક્ષીબેન ચિતરંજન દીક્ષિતનું (ઉં. વ. ૮૯) ગઈ કાલે સાંજે તા. ૨૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ દુઃખદ અવસાન થયું છે.  મિનાક્ષીબેન ( Minakshiben Chitaranjan Dixit ) ઉત્તમ સર્જક અને ઉમદા વ્યકિત હોવા ઉપરાંત હાસ્યલેખક બકુલ ત્રિપાઠીના બહેન પણ હતાં.  મિનાક્ષીબેનનાં  ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે.  એમાંથી  ‘અંજની તને યાદ છે?’ સ્મરણકથાને ગુજરાત સાહિત્ય પરિષદનું શ્રી ભગિની નિવેદિતા પારિતોષિક અને શ્રી તખ્તસિંહજી પરમાર પારિતોષિક મળ્યાં છે.  આ સિવાય  ‘ઘેર ઘેર લીલા લહેર’ નામે હળવા નિબંધોનો સંગ્રહ અને ‘એક નવો જ વળાંક’ નામે કમલેશ બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓનો અનુવાદ પ્રકાશિત થયા છે. એમની વાર્તા ‘હિંચકો’ અનેક સામયિકોમાં પોંખાઈ છે.  એમના નિબંધો, વાર્તાઓ , અને લલિત લેખો ( writer ) લગભગ દરેક અગ્રણી સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે. એમની અંતિમ યાત્રા ૨૫ એપ્રિલ ના રોજ બપોરે ૨ વાગ્યે તેમના નિવાસસ્થાન 1303, લક્ષ્મી છાયા, બાભાઈ નાકા, એલટી રોડ, બોરીવલી પશ્ચિમ, મુંબઈથી નીકળશે.

આ સમાચાર પણ વાંચો :  Pune: પુણેમાં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજની 58મી બેચની પાસિંગ આઉટ પરેડ યોજાઈ

સંપર્ક: મિતા દીક્ષિત – 9967660002

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like